‘મોહબ્બતે’માં સુપરહિટ ગીત ગાઈને બનાવ્યું નામ, જુઓ ગાયિકાની સુંદર Photos

બૉલીવુડ સિંગર શ્વેતા પંડિત હાલમાં ‘બાલી’થી રજા મનાવીને પરત ફરી છે. બાલીમાં મસ્તી કરતા-કરતા તેની અમૂક તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. આ તસ્વીરોની સાથે વાંચો શ્વેતાની રસપ્રદ વાતો.

બૉલીવુડ ગાયક શ્વેતા પંડિતની હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા છે. હાલમાં જ તેઓ રજાઓ મનાવવા માટે ‘બાલી’ ગઈ હતી. અહીં શ્વેતાએ ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. હવે આ તસ્વીરો સોશિયલ પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

શ્વેતા પંડિત આ બૉલીવુડમાં ખૂબ મોટું નામ છે. શ્વેતાએ અત્યાર સુધી હિન્દીની સાથે-સાથે તેલુગૂ અને તમિલમાં પણ ગીતો ગાયા છે.

શ્વેતાએ 4 વર્ષની ઉંમરથી ગીત ગાવવાનુ શરૂ કર્યુ હતું. આ સાથે જ તેણે ઘણા મોટા કલાકારો સાથે પણ બાળપણમાં કામ કર્યુ હતું.

શ્વેતાને બ્રેક વર્ષ 2000માં મળ્યો. આદિત્ય ચોપડાની ફિલ્મ ‘મોહબ્બતે’માં શ્વેતાએ પાંચ ગીતો ગાયા હતાં. તે સમયે શ્વેતાની ઉંમર ફક્ત 14 વર્ષ હતી. ફિલ્મમાં તેમના દ્વારા ગવાયેલા બધા ગીતો સુપરહિટ થયા હતાં.

શ્વેતાએ પાર્ટનર, વેલકમ, સરકાર રાજ, સત્યાગ્રહ, યમલા પગલા દિવાના અને હાયવે જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માટે પ્લેબેક ગીત ગાયા છે.

શ્વેતા ફક્ત ગાયિકા જ નહીં, પરંતુ એક અભિનેત્રી પણ છે. શ્વેતાએ નાના પડદા પર આવતી એક ટીવી શોમાં પણ કામ કર્યુ છે. આ સાથે જ તેમણે ફિલ્મ ‘બરખા’ અને ‘ડેવિડ’માં પણ કામ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે શ્વેતા પંડિત દિગ્ગજ શાસ્ત્રીય ગાયક અને પદ્મવિભૂષણ પંડિત જસરાજની પૌત્રી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter