GSTV

જલ્દી કરો/ TCSથી લઇને HCL સુધી IT સેક્ટરની આ ચાર ટૉપ કંપનીઓમાં 1.20 લાખ ફ્રેશર્સ માટે નોકરી, ફટાફટ કરો અપ્લાય

tcs

Last Updated on July 20, 2021 by Bansari

કોરોનાની પ્રથમ, બીજી લહેર બાદ ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં લેતા યુવા વર્ગ પોતાના રોજગારને લઇને ચિંતિત હતા, પરંતુ હવે એવા વિદ્યાર્થીઓ જે હાઇ ટેક્નોલોજીકલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કરી રહ્યાં છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. ભારતની ટૉપ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી સર્વિસ પૂરી પાડતા ટાટા કંસલ્ટન્સી સર્વિસિઝ (TCS), ઇન્ફોસિસ, વિપ્રો અને HCLએ આ વર્ષે એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટમાં કેંપસ અને અન્ય માધ્યમોથી 1 લાખ 20 હજાર જેટલા વિદ્યાર્થીઓને નોકરી આપવાનું એલાન કર્યુ છે. આ વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યને જોતા રાહતના સમાચાર છે. નવા વિદ્યાર્થીઓને આ કંપનીઓ મોકો આપશે. પોતાના ભવિષ્યને લઇને ચિંતા કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટને પણ તેનો લાભ મળશે.

TCS કરશે 40 હજારથી વધુ ફ્રેશર્સને હાયર

TCS

નાણાકીય વર્ષ 2021-22માં TCS ભારતમાં કેમ્પસ દ્વારા 40 હજારથી વધુ ફ્રેશર્સને હાયર કરશે. વૈશ્વિક માનવ સંસાધનના TCS પ્રમુખ મિલિંડ લક્કડ અનુસાર, 5 લાખથી વધુ કર્મચારીઓના આધાર સાથે ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી એમ્પ્લોયર ફર્મે 2020માં પરિસરોથી 40 હજાર સ્નાતકોને કામ પર રાખ્યા હતા. આ વખતે પણ એટલા જ વિદ્યાર્થીઓને નિયુક્ત કરવામાં આવશે. રોજગાર સૃજનનો પોતાનો ફોર્મ્યુલા જારી રાખશે. તેમણે કહ્યું કે ગત વર્ષે કુલ 3.60 લાખ ફ્રેશરે પ્રવેશ પરીક્ષા આપી હતી.

ઇંફોસિસ કરશે 35 હજાર ગ્રેજ્યુએટની નિમણુક

ઇંફોસિસની યોજના આ નાણાકીય વર્ષે વિશ્વ સ્તર પર 35 હજાર સ્નાતકોને નિયુક્ત કરવાનો છે. કંપનીના મુખ્ય સંચાલન અધિકારી પ્રવીણ રાવે કહ્યું કે જૂન ક્વાર્ટરના અંતમાં ઇંફોસિસના કુલ કર્મચારીનો આધાર 2.67 લાખ હતો, જ્યારે માર્ચ ક્વાર્ટરમાં તે 2.59 લાખ હતો. તેમણે કહ્યું કે ડિજિટલ પ્રતિભાઓની માંગ વધવાની સાથે, ઉદ્યોગમાં વધતી નોકરી નજીકના ભવિષ્યમાં પડકાર રજૂ કરે છે. કંપનીની આ માંગ પૂરી કરવામાં ક્ષમ છે.

વિપ્રો 30 હજાર ફ્રેશર્સને આપશે ઓફર લેટર

શેર

વિપ્રોના સીઈઓ અને મેનેજમેન્ટ ડાયરેક્ટર થિયરી ડેલાપોર્ટે કહ્યુ કે, ઉચ્ચ નોકરી છોડવુ એક સાર્વભૌમિક મુદ્દો બની રહ્યો છે અને વિપ્રો આ પડકાર સામે લડવા ઝડપથી કામ કરી રહ્યુ છે. કંપની આ વર્ષે 30,000થી વધારે ઓફર લેટર આપશે, જેથી ફ્રેશર્સ નાણાકીય વર્ષે 23માં જોડાઈ શકે. 30,000માંથી 22,000 ફ્રેશર્સ ઓનબોર્ડ હતા. જ્યારે બીજા ત્રિમાસિકમાં 6000 ફ્રેશર્સને નિમણૂંક કરવામાં આવશે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આ નાણાકીય ત્રિમાસિક પરિણામમાં 2,09,890 કર્મચારીના એક્ટિવ થવાની સંભાવના જણાવી છે.

HCLની આ છે યોજના

tcs

HCL ટેક, જેણે સોમવારે પોતાના પ્રથમ ક્વાર્ટર ઇનકમની જાણકારી આપી છે. તેણે કહ્યું કે તેની યોજના 22 હજારથી વધુ ફ્રેશર્સની નિયુક્તિ કરવાની છે. જે ગત વર્ષે 14 હજારની હતી. તેના મુખ્ય માનવ સંસાધન અધિકારી વીવી અપ્પા રાવે કહ્યું કે તેણે ગત બે ક્વાર્ટટરમાં 16,800થી વધુ કર્મચારીઓને પોતાની સાથે જોડ્યા હતા, સાથે જ ગત ક્વાર્ટરમાં 3000 વધુ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર્સ જોડવામાં આવ્યા હતાં.

Read Also

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!