GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

અનુમાનથી વધુ સારા પરિણામોને લીધે Infosysના શેરમાં 15% નો ઉછાળો

Infosys ના સ્પષ્ટ નફામાં પહેલા ક્વાર્ટર દરમ્યાન 12.4 ટકાના વધારાને કારણે કંપનીના શેરમાં ગુરુવારે 15 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ફોસિસના પરિણામો બજારના અનુમાનો કરતા વધુ સારા છે. બપોરે 2 વાગે 34 મિનિટે કંપનીના શેર બીએસઇ માં 8.33% ની ગતિએ 900.70ના સ્તરે પહોંચી ગયા હતા. બીએસઇ, સેન્સેક્સ અને એનએસઇ નિફટીમાં સૌથી વધુ ઝડપી ઇન્ફોસિસમાં જોવા મળ્યો

Infosysની આવકમાં બે ટકા સુધી વધારો થવાની સંભાવના

એડલવાઇસ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર Infosysના પરિણામોએ અનુમાનોને ઘણી હદ સુધી ખોટા સાબિત કર્યા છે પરંતુ સૌથી સકારાત્મક વાત એ છે કે નાણાકીય વર્ષ 2020-21માં આવક વૃદ્ધિનું પૂર્વાનુમાન 0-2 ટકા છે. ઇન્ફોસિસે બુધવારે જણાવ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરમાં તેનો શુદ્ધ લાભ 12.4 ટકા વધીને 4,272 કરોડ રૂપિયા થઇ ગયો છે. સાથે જ કંપનીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં તેની આવકમાં બે ટકા સુધી વધારો થવાની સંભાવના છે.

Infosys

સેન્સેક્સ ગુરુવારના 349 અંકોની તેજી સાથે ખુલ્યો

શેર બજારોએ આજના દિવસમાં કારોબારની શરૂઆતમાં તેજી સાથે કરી હતી. બીએસએસઇના 30 શેરોવાળા સૂચકાંક સેન્સેક્સ ગુરુવારના 349 અંકોની તેજી સાથે 36,401.20 ના સ્તર પર ખુલ્યો. તો એન.એસ.ઈ નિફ્ટીએ પણ ગ્રીન ઝોનમાં કારોબારની શરૂઆત કરી. શરૂઆતનાં કારોબારમાં સેન્સેક્સ તેજી સાથે 108.37 પોઇન્ટ્સથી ઉપર 36,160.18 સ્તર પર હતો. જ્યારે નેશનલ સ્ટોર એક્સચેંજનો નિફ્ટી 12.15 અંકોના સામાન્ય વધારા સાથે 10,630.35 ની સપાટી પર હતો.

કુલ 703 વધનાર શેરની સામે 1397 શેર ઘટ્યાં છે

આઈટી શેરોની સાથે આજે રિલાયન્સમાં પણ સકારાત્મક રીસર્ચ રીપોર્ટ બાદ તેજી જોવા મળતા આજે FMCG અને બેંકિંગ શેરોમાં દબાણ છે. ITC 2.50% ડાઉન છે તો HUL 1% નીચે છે. તો સામે પક્ષે કોટક અને HDFC બેંક પણ 1.50% ઘટ્યાં છે. બેંચમાર્ક ઈન્ડેકસ આજે માત્ર હેવીવેઇટના જોરે ઉછળ્યા છે નહિ તો BSE ખાતે આજે બ્રોડર માર્કેટમાં નેગેટીવ ટ્રેન્ડ છે. 1 વધનાર શેરની સામે 2 શેર ઘટીને ટ્રેડ થઈ રહ્યાં છે. કુલ 703 વધનાર શેરની સામે 1397 શેર ઘટ્યાં છે તો 136 શેરમાં અપર અને 242 શેરમાં લોઅર સર્કિટ છે. નિફટી બેંક ઈન્ડેકસમાં પણ આજે 1% સુધીનો કડાકો જોવા મળી રહ્યો છે. 210 અંકોના ઘટાડે 21,130નું લેવલ BNFમાં જોવા મળી રહ્યું છે. મજબૂત પરિણામોને પગલે આજે દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસનો શેર 8%ના ઉછાળે ખુલ્યા બાદ 15% સુધી ઉછળ્યો છે. ગઈકાલના બંધ ભાવ રૂ. 830.95ની સામે આજે 900.10 પર ખુલીને ઈન્ટ્રાડેમાં રૂ. 955.50 સુધી ઉંચકાયો હતો. 10.30 કલાકે ઈન્ફોસિસ 13.29% વધીને 941.35 પર ટ્રેડ કરી રહ્યો છે.

MUST READ:

Related posts

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી યોજાશે અમેરિકામાં, ટ્રમ્પના હરીફ ઉમેદવારે જાહેરાત પાછળ ખર્ચ્યા 5.98 અબજ રૂપિયા

Pravin Makwana

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!