કોરોનાકાળમાં ખોટના ખાડામાં ડૂબેલા અર્થતંત્ર વચ્ચે હવે સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે મોટો ઝટકો આપ્યો છે. ખાનગી સેક્ટરમાં લોકોની નોકરીઓ જઈ રહી છે. કંપનીઓ પગાર કાપી રહી છે. આ જ રાહ પર હવે સરકાર પણ જઈ રહી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી 31 માર્ચ 2021 સુધી મોંઘવારી ભથ્થું ન ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. સરકારે આમેય આ વર્ષે મોંઘવારી ભથ્થુ જાહેર જ નથી કર્યું. જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થુ જાહેર કરતા હોય છે એ આ વખતે જાહેર જ નથી કર્યું. એ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારનો આ વર્ષે મોંઘવારી ભથ્થુ આપવાનો કોઈ ઈરાદો નથી.

આ ઉપરાંત રાજ્ય સરકાર અને પંચાયતના સેવાના કર્મચારી અને અધિકારીઓને તારીખ 01-01-2020થી મળવાપાત્ર થતું મોંઘવારી ભથ્થુ તારીખ 31-03-2021 સુધી ન ચુકવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વયનિવૃતી બાદ કરાર આધારિત નિમણૂંક પામેલા કર્મચારી/અધિકારીઓને મળતા એકત્રિત વેતન સંબંધે કિસ્સામાં મળતા કુલ ભથ્થામાંથી 30 ટકાનો ઘટાડો કરવાનું નક્કી કર્યુ છે.


સરકારી કર્મચારીઓ માટે આ સૌથી મોટા ઝાટકો આપતા સમાચાર છે. રાજય સરકારમાં નિવૃતિ બાદ કરારને આધારે કામ કરતા ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓના પગારમાં પણ 30 ટકાનો કાપ મૂકવાના નિર્ણયને લીધે સરકારી કર્મચારીઓ આ મામલે વિરોધ કરે તેવી પૂરી સંભાવના છે.
કોરોનાકાળમાં હાલ અનેક લોકોની પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીઓ પર ગ્રહણ લાગેલા છે
કોરોનાકાળમાં હાલ અનેક લોકોની પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીઓ પર ગ્રહણ લાગેલા છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓના પણ કંઈ સારા દિવસો જતા નથી. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં સરકારી અધિકારી/કર્મચારીઓને વય નિવૃતિ બાદ કરાર આધારિત નિમણૂંક પામતા અથવા પામેલા અધિકારીઓ/કર્મચારીઓને કરારના સમયગાળા દરમિયાન મળતા ભથ્થાને કોરોનાના કારણે 30 ટકાનો ઘટાડો કરવાનું નક્કી કર્યુ છે.
READ ALSO
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ
- 13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ
- પ્રથમ ટી- 20 / ભારતની ટોસ જીતીને પ્રથમ બેટિંગ, આ ખેલાડીએ કર્યું ડેબ્યુ
- આ છે ભારતના ‘TREE MAN’, અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે 1 કરોડ વૃક્ષો
- ભેટ / વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યુ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત, નવી શિક્ષા નીતિ દેશને આપશે નવી દિશા