દુનિયામાં મોંઘવારીની સમસ્યાથી ગરીબ દેશો જ નહીં પણ વિકસિત દેશો પણ પરેશાન છે અને તેમાં બ્રિટન પણ બાકાત નથી. બ્રિટનમાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ મોંઘુ થઈ ગયું છે. આનો લાભ સાઉદી અરેબિયા પણ ઉઠાવી રહ્યું છે અને સાઉદી અરેબિયા મોંઘા ભાવે ક્રૂડ ઓઈલ વેચી રહ્યું છે. જેને કારણે બ્રિટનમાં પણ ફુગાવો 40 વર્ષના સૌથી ઉંચા સ્થાને છે. બ્રિટેન અને અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મૂકી દીધા છે. આથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા નથી. સાઉદી અરેબિયા મોંઘા ભાવે ક્રૂડ ઓઈલ વેચે છે. આથી મોંઘવારી વધી રહી છે.
બ્રિટનમાં ઉંચા મોંઘવારી દર અને ધીમા વિકાસ દરને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાઈ ગયું છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારાને કારણે બ્રિટનમાં ફુગાવો મે મહિનામાં 9.1 ટકાના સ્તર પર પહોંચ્યો છે. આ ફુગાવાનો સ્તર માર્ચ 1982ના સ્તર પછી સૌથી ઊંચો છે.
READ ALSO
- મિશન 2022 / કોંગ્રેસે જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક, જાણો લિસ્ટમાં કોનું-કોનું નામ
- RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે
- IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!
- મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં