મોંઘી દાળ અને શાકભાજીના ભાવોએ પહેલાથી જ આમ આદમી કમર ભાંગી નાખી છે. ત્યારે આવા સમયે નવા વર્ષની શરૂઆતમાં પણ જાન્યુઆરીમાં તેલ, ચોખા, અને ચાની કિમતોમાં ભારે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે પોતાના વેબસાઈટ પર નવા ભાવોનું લિસ્ટ જાહેર કર્યુ છે. જથ્થાબંધ બજારમાં ફક્ત બટાટા, ટામેટા અને ખાંડના ભાવ કાબૂમાં છે.
છેલ્લા થોડા દિવસની વાત કરીએ તો, ડીઝલના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. જેને લઈને ડીઝલ ઓલ ટાઈમ હાઈ પર છે. જો ડીઝલના ભાવ હજૂ પણ વધશે, તો તેની અસર ટ્રાંસપોર્ટ દ્વારા વધારામાં આવતા ભાડા પર પણ આવશે. જેનાથી મોંઘવારી હજૂ પણ વધશે.
તેલના ભાવમાં આટલો વધારો
મંત્રાલયની વેબસાઈટ પર જોઈએ તો, 1 જાન્યુઆરી 2021ની સરખામણીએ 22 જાન્યુઆરીના પેકિંગ પામોલિન તેલમાં 107 રૂપિયાથી વધીને 112 રૂપિયા, સુરજમુખીના તેલમાં 132થી લઈને 141 રૂપિયા, સરસવના તેલમાં 140થી વધીને 147 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. વનસ્પતિ તેલમાં 5.32 ટકા મોંઘુ થઈને 105થી 110 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે.

દાળની કિમતમાં પણ વધારો
જો દાળની વાત કરીએ તો, અડદની દાળ અને તુવેરની દાળમાં મામૂલી વધારો થયો છે. અડદની દાળ 103 રૂપિયાથી લઈને 104 રૂપિયા કિલો થઈ છે. મસૂરની દાળ 79 રૂપિયાથી 82 રૂપિયા થઈ ગઈ છે. મગ દાળની વાત કરીએ તો, 104થી 107 રૂપિયા થઈ ગઈ છે. ચોખા 10.22 ટકાના વધારો છે. જે 34 રૂપિયાથી લઈને હવે 38 રૂપિયા કિલો થઈ ગયા છે.
ચાની કિમતોમાં વધારો થવાના કારણો-
જો ચાની વાત કરવામા આવે તો, તેના ભાવ નીચે આવવાનું નામ નથી લેતા. ખુલી ચા હાલના સમયમાં 9 ટકાથી વધીને 246ની જગ્યાએ હવે 269 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો વળી પેકિંગ વાળી ચાની વાત કરીએ તો, પ્રતિ કિલો 50થી વધીને 150 રૂપિયા સુધી ભાવ વધ્યા છે. પ્રિમિયમ કેટેગરીની ચામાં 300 રૂપિયાથી ઉપર ખુલ્લી ચાના ભાવમાં દોઢ ગણો વધારો થયો છે.
હજૂ પણ વધશે આ વસ્તુના ભાવો-
સાબૂ, ટૂથબ્રશ જેવી વસ્તુઓ પર તમારે હજૂ પણ ખિસ્સા ઢીલા થવાના છે. જેમના ઉત્પાદન કરનારી કંપનીઓમાં કાચા માલની કિંમતમાં વધારો થતાં કિમતો વધારવા પર વિચાર કરી રહી છે. તેમાથી અમુક કંપનીઓએ તો ભાવ વધારી પણ દીધા છે. જ્યારે અમુક કંપનીઓ સ્થિતી પર નજર રાખી રહી છે. તથા આ મામલે ગંભીરતાથી વિચાર કરી રહી છે.
READ ALSO
- આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું
- નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા
- ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી
- કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ
- બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ