GSTV
Home » News » ત્રણ કેમેરા વાળો ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન લૉન્ચ, કિંમત અને ફિચર્સ બંને છે દમદાર

ત્રણ કેમેરા વાળો ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન લૉન્ચ, કિંમત અને ફિચર્સ બંને છે દમદાર

સ્માર્ટફોન બનાવનારી કંપની ઇન્ફિનિક્સે (Infinix) 3 કેમેરાવાળો (ટ્રિપલ રીયર કેમેરા) સ્માર્ટફોન (Smart 3 Plus) લોન્ચ કર્યું છે. જેની કિંમત 6,999 રૂપિયા છે. આ ફોનનું વેચાણ 30મી એપ્રિલથી ફ્લિપકાર્ટ પર કરવામાં આવશે.

ઇન્ફિનિક્સ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અનીષ કપૂરે લોન્ચિંગ વખતે પત્રકારોને જણાવ્યું કે, આ સ્માર્ટફોનમાં ત્રણ કેમેરાની સાથે 3,500 MAH બેટરી, હેલિઓ A22 પ્રોસેસર, 2 GB રેમ અને 32 GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવશે.

કંપનીએ સ્માર્ટફોનની પાછળની તરફે બે મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલની સાથે ઓછી રોશની માટે અલગથી ત્રીજો કેમેરો આપ્યો છે, જેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો પણ છે. તેમણે કહ્યું કે, 6.21 ઈંચ ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ છે.

શરૂઆતના સ્તરના સ્માર્ટફોનથી અન્ય યોજનાઓ વિશે પુછવા પર કપૂરે જણાવ્યું કે, જોકે કંપનીનું લક્ષ્ય 10 હજાર રૂપિયા સુધીની શ્રેણીના સ્માર્ટફોન માર્કેટમાં પગપેસારો કરી સારી ભાગીદારી બનાવવાનો છે.

તેમણે કહ્યું કે, કંપની આગામી એક મહિની અંદર વીયરેબલ ડિવાઈસ સહિત એક અન્ય સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કપૂરે કહ્યું કે, તેમની કંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ પોતાના સ્માર્ટફોન સ્થાનિક સ્તરે એસેમ્બર કરે છે.

Read Also

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!