GSTV
Gujarat Government Advertisement

કોરોના/ લગ્નના એક દિવસ પહેલાં જ વરરાજા કોરોના સંક્રમિત થતાં વર અને કન્યાના અરમાનો પર ગ્રહણ, આ રીતે કરાયા મેરેજ

Last Updated on May 8, 2021 by Harshad Patel

વડોદરા જિલ્લામાં આવેલા એક ગામે નક્કી થયેલ લગ્નની તારીખના એક દિવસ અગાઉ વરરાજા કોરોના સંક્રમિત વર અને કન્યાના અરમાનો પર કોરોના ગ્રહણ લાગી જવા પામ્યું હતું. વરરાજાને કોરોના શરૂઆતના તબક્કામાં હોય બંને પક્ષની સહમતિ અને ડોકટરની જરૂરી સાવચેતી સાથેની સૂચના અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખી કોઈપણ જાતની લગ્નવિધિ કર્યા વિના પાંચથી દશ મિનિટ વરરાજા આવી લગ્નની ઔપચારિક ફોરમાલિટી કરી કન્યાને પિતાના ઘરે જ રાખી પોતાના ઘરે રવાના થયા હતા.

કોરોનાની ચાલતી મહામારી વચ્ચે લગ્નની મોસમ પણ પુરજોશમાં

હાલ કરજણ તાલુકામાં કોરોનાની ચાલતી મહામારી વચ્ચે લગ્નની મોસમ પણ પુરજોશમાં ચાલી રહી છે. વડોદરા જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં અત્યંત શ્રધ્ધાપૂર્વક નામ લેવામાં આવે છે તે ગામમાં રહેતા પરિવારની પુત્રી સાથે વડોદરા શહેરમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ યુવક સાથે લગ્ન નક્કી થયા હતા.

દરમ્યાન અચાનક જ રંગ માં ભંગ પડતો હોય તેમ બન્યું

છેલ્લા ત્રણ માસથી લગ્નની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી. હાલોલ રોડ પરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક અને યુવતી બંને પક્ષના પરિવારજનોમાં લગ્નપ્રસંગે આમંત્રણની પત્રિકાઓ પણ વહેંચી દેવામાં આવી હતી. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કોરોના ગાઈડ લાઈન મુજબ અનુસરી બંને પક્ષના સગા વ્હાલ આમંત્રિતોને જમણવારથી માંડી આગતા સ્વાગતાનું આયોજન પણ કરી દેવામાં આવ્યુ હતુ. દરમ્યાન અચાનક જ રંગ માંભંગ પાડતો હોય તેમ બન્યું હતુ.

લગ્નની આગલા દિવસે વરરાજનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા વર વધુના અરમાનો પર પાણી ફરી વળ્યાં

તા. 5 મે ના રોજ લગ્ન તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ લગ્નના બે ત્રણ દિવસ પહેલા વરરાજાને શારીરિક કમચોરી અને શરદી તાવ જેવું રહેતા તેમણે કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. આ બાજુ કન્યા પક્ષે લગ્ન ની પુરજોશ માં તૈયારીઓ ચાલતી હતી. અને કન્યાને પીઠી પણ ચઢાવી દેવામાં આવી હતી પણ ન જાણ્યું જાનકી દાસે નક્કી કરેલ લગ્નની આગલા દિવસે વરરાજનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા વર વધુના અરમાનો પર પાણી ફરી વળ્યાં હતાં. હવે શું કરવું અને શું ન કરવું એવી દ્વિધામાં બંને વર વધુના પરિવારો સપડાયા હતા.

સમાજની રીતે કહેવાતા લગ્ન સંપન્ન થયા હતાં

રિપોર્ટમાં કોરોનાની અસર શરૂઆત તબક્કામાં હોય સોશિયલ ડિસ્ટન્સ રાખી હાથમાં મોજા પહેરી લગ્નની ચાર પાંચ વ્યક્તિની હાજરીમાં કોઈ પણ જાતની લગ્ન વિધિ કર્યા વિના ફક્ત લગ્નની ફોરમાલિટી કરવાનું બંને પક્ષે નક્કી કરતા સોશિયલ ડિસ્ટન્સ રાખી બંને પક્ષે ચાર પાંચ વ્યક્તિઓની હાજરીમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ જાતની લગ્ન વિધિ કર્યા વિના સમાજની રીતે કહેવાતા લગ્ન સંપન્ન થયા હતાં. અને કોરોના સંકમિત વરરાજા ફક્ત પાંચ દશ મિનિટ રોકાઈ પોતાની પત્નીને પિતાના ઘરે રાખી પરત વડોદરા રવાના થયા હતા. આ અનોખા લગ્નમાં વરરાજા નવવઘુ ગોર મહારાજ અને બંને પક્ષના વડિલો ઉપરાંત ફેમિલી ડોકટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!