GSTV
Home » News » જન્મના બીજા જ દિવસે બાળકીને ફૂટ્યા દાંત, ડૉક્ટર પણ રહી ગયા દંગ

જન્મના બીજા જ દિવસે બાળકીને ફૂટ્યા દાંત, ડૉક્ટર પણ રહી ગયા દંગ

કર્ણાટકના બેંગલુરૂમાં એક નવજાત બાળકી જન્મી તેના બીજા જ દિવસે તેના બે દાંત ફૂટી નીકળ્યા. જેને જોઇને ડૉક્ટરો પણ દંગ રહી ગયા. ડૉક્ટરે જણાવ્યું કે, જો એક મહિના બાદ આ દાંત કાઢી નાખવામાં નહીં આવે તો, વધારે નુકસાન થઈ શકે છે. 8 મેએ સર્જરી કરીને બાળકીના બંને દાંત કાઢી નાખવામાં આવ્યા.

દાંતના કારણે બાળકીની માતાને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે તકલીફ પડી શકે છે. આમ તો બાળકના જન્મ પહેલાં દાંતના વિકાસની શરૂઆત થઈ જાય છે, પરંતુ બાળક છ મહિનાનું કે એક વર્ષનું થાય ત્યારબાદ જ દાંત બહાર આવવાના શરૂ થાય છે.

2 હજારમાંથી 1 બાળકમાં જોવા મળે છે આવું
દર બે હજારમાંથી એક બાળકમાં આવું થાય છે, જેના જન્મ સમયે જ એક-બે દાંત હોય. મોતાભાગનાં બાળકોમાં ત્રણા વર્ષની ઉંમર સુધીમાં 20 દૂધિયા દાંત હોય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યારબાદ આ દાંત પડી પડવા લાગે છે અને પછી નવા દાંત આવે છે.

એસઆરબીઆર લેઆઉટની રહેવાસી મધુ ચંદ્રિકાએ 3 એપ્રિલ 2019ના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. મધુના પતિ પ્રદીપે જણાવ્યું કે, બાળકીના દાંત જોઇએ અમે દંગ રહી ગયા. ત્યારબાદ અમે બીજા દિવસે ડૉક્ટરને આ દાંત બતાવ્યા. ત્યારે ડૉક્ટરે સલાહ આપી કે, બાળકી એક મહિનાની થઈ જાય એટલે આ દાંત ઓપરેશન કરી કાઢી નાખવા જોઇએ.

આ અંગે ડૉક્ટરે જણાવ્યું કે, આ આંત પીળા, અણીદાર, નાના અને અર્ધ વિકસિત હતા અને હૉર્મોન્સનું સંતુલન બગડવાના કારણે આવું થતું હોય છે.

મધરહુડ હોસ્પિટલની ચીફ સર્જન ડૉ. નીતૂ પુન્હાનીએ કહ્યું, “આ દાંત અલ્પ વિકસિત હોય છે. આ દાંત હલી રહ્યા હતા અને અસ્થિર હતા, એટલે તેને કાઢી જ નાખવના હતા. તેના કારણે માતાને બાળકીને ધવડાવવામાં પણ તકલીફ પડતી હતી, કારણકે બાળકી બટકું ભરી લેતી હતીં. ઓપરેશન સફળ પણ રહ્યું છે.”

Related posts

ગોધરા નગર પાલિકાએ વિદ્યાર્થીની સલામતીને લઈને લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva

સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Nilesh Jethva

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!