ભારતના 1 ટકા ધનવાનોની પાસે 95.3 કરોડ લોકોની કુલ સંપત્તિથી ચાર ગણી વધારે સંપત્તિ છે એટલે કે 1 ટકા ઘનવાનો પાસે દેશની 70 ટકા વસ્તીની કુલ સંપત્તિથી ચાર ગણી વધારે સંપત્તિ છે. બીજી તરફ દેશના અબજપતિઓની કુલ સંપત્તિ ભારતના 2018-19ના કુલ બજેટના 24,42,200 કરોડ રૂપિયા કરતા વધારે છે.

દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(ડબ્લ્યુઇએફ)ની 50મી વાર્ષિક બેઠકમાં ‘ટાઇમ ટુ કેર’નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના 2153 અબજપતિઓ પાસે વિશ્વની કુલ વસ્તીના 60 ટકા એટલે કે 4.6 અબજ લોકો કરતા વધારે સંપત્તિ છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં આર્થિક અસમાનતા સતત વધી રહી છે. છેલ્લા એક દાયકામાં અબજપતિઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. જો કે છેલ્લા એક વર્ષમા તેમની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે.

ઓક્સફામ કન્ફરેડરેશનનું પ્રતિનિધિત્ત્વ કરનાર ઓક્સફેમ ઇન્ડિયાના સીઇઓ અમિતાભ બેહરે જણાવ્યું હતું કે અસામનતા દૂર કરવાની નીતિઓ અમલમાં મૂક્યા સિવાય ધનવાન અને ગરીબો વચ્ચેના અંતરને દૂર કરી શકાય તેમ નથી. વિશ્વના ખૂબ જ ઓછા દેશો આ નીતિને અનુસરી રહ્યાં છે. આજથી દાવોસમાં શરૂ થયેલી પાંચ દિવસીય મંત્રણામાં આવક અને જાતિય અસમાનતાનો મુદ્દો છવાયેલો રહેશે. આ અહેવાલમાં આર્થિક મંદી ચાલુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

જો કે છેલ્લા 30 વર્ષમાં વૈશ્વિક અસામનતામાં ઘટાડો થયો છે. જ્યારે બીજી તરફ ઘણા દેશોમાં ઘરેલુ આવક અસમાનતામાં વધારો થયો છે. આ અહેવાલમાં ભારત વિશે જણાવવામાં આવ્યું છે કે 63 અબજપતિઓની કુલ સંપત્તિ ભારતના નાણાકીય વર્ષ 2018-19ના કુલ બજેટ 24,42,200 કરોડ રૂપિયાથી વધારે છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા ઘરેલુ નોકર 22,277 વર્ષ કામ કરીને જેટલી રકમ કમાય છે તેટલી રકમ ટેકનોલોજી કંપનીના ટોચના સીઇઓ એક જ વર્ષમાં કમાઇ લે છે. એક ઘરેલુ નોકર એક વર્ષમાં જેટલું કમાય છે તેનાથી વધુ રકમ ટેકનોલોજી કંપનીના સીઇઓ ફક્ત દસ જ મિનિટમાં કમાઇ લે છે.ટેકનોલોજી કંપનીના સીઇઓ એક જ સેકન્ડમાં 106 રૂપિયા કમાય છે. વિશ્વના 22 ધનવાનો પાસે આફ્રિકાની મહિલાઓની કુલ સંપત્તિ કરતા વધારે સંપત્તિ છે. વિશ્વના ધનવાન લોકો 0.5 ટકા વધુ ટેક્સ ચૂકવે તો આગામી દસ વર્ષમાં 11.7 કરોડ નોકરીઓનું સર્જન કરી શકાય.
READ ALSO
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ