GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ભારતનું દક્ષિણ આફ્રિકાની સામે શાનદાર પ્રદર્શન, બીજી ટેસ્ટ મેચ પર જીત હાંસિલ

ભારતે દક્ષિણ આફ્રિકાની સામે શાનદાર પ્રદર્શન કરતા બીજી ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 137 રનથી જીતી લીધી છે. આ ભારતની દક્ષિણ આફ્રિકા પર સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમા પહેલી ટેસ્ટમા મહેમાન ટીમને 203 રનથી હરાવી દીધા છે. હવે ટીમ ઈન્ડિયાએ પુણેમા રમાયેલી બીજી ટેસ્ટમા પણ ઐતિહાસિક અંતરથી જીત મેળવી છે. આ સાથે જ ટેસ્ટ સીરીઝમા 2-0થી અજય જીત મેળવી છે. એટલુ જ નહીં, કોહલી એન્ડ કંપનીએ દક્ષિણ આફ્રિકાની ટીમથી ફ્રીડમ ટ્રોફી એટલે કે, ગાંધી-મંડેલા ટ્રોફી છીનવી લીધી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 14મી ટેસ્ટ રમાનાર છે. ભારતે એમાથી ચોથી સિરીઝ જીતી છે. દક્ષિણ આફ્રિકાએ ભારતથી સાત ટેસ્ટ સિરીઝ જીતી છે. ત્રણ સિરીઝ ડ્રો થઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે પહેલી ટેસ્ટ સિરીઝ 1992-93મા રમાઈ હતી ત્યારે મેજબાન દક્ષિણ આફ્રિકાએ ચાર મેચની આ સિરીઝમા 1-0થી જીત મેળવી હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 2015મા રમાયેલી ટેસ્ટ સિરીઝમા પહેલી વાર ફ્રિડમ સિરીઝમા નામ મેળવ્યુ છે. ભારતીય અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે બંન્ને દેશો વચ્ચેની ટેસ્ટ સિરીઝને મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. આવી રીતે ફ્રીડમ સિરીઝને ફ્રીડમ ટ્રોફી કે ગાંધી-મંડેલા ટ્રોફી પણ કહેવામા આવે છે.દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમા ભારતની જીત તેમજ પ્રગતિ માટેનો શ્રેય આમ તો પૂરી ટીમને જાય છે. લગભગ બધા જ ખેલાડીઓએ સિરીઝમા જોરદાર પર્ફોમ કર્યુ છે. છતાં પણ કેટલાક ખેલાડીઓએ આ સિરીઝના હીરો ગણાવી શકાય. જેમા યુવા ઓપનર મયંક અગ્રવાલ, કપ્તાન વિરાટ કોહલી તેમજ વન-ડે ટીમના નાયબ કપ્તાન રોહિત શર્માનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

Facebook, Apple, Google, Amazon પર લાગ્યાં આટલા ગંભીર આરોપ: સીઇઓની થશે પૂછપરછ

Bansari

Facebookએ Whatsapp પર શરૂ કરી આ અમેઝિંગ સર્વિસ, જાણો કેવી રીતે કરશો યુઝ

Bansari

ફેસબુક પર મિત્રતા કેળવી, યુવતીને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદના યુવકે આચર્યુ નરાધમ કૃત્ય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!