GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

INDvsAUS T20 : આશિષ નેહરાએ જ્યારે કરિયર શરૂ કર્યુ ત્યારે કુલદીપની ઉંમર હતી માત્ર 5 વર્ષની

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ T20 મૅચોની સીરિઝ માટે પસંદ કરાયેલ ટીમ ઇન્ડિયામાં અનુભવી અને યુવા ખેલાડીઓનું મિશ્રણ છે. ટીમમાં જ્યાં ઉંમરમાં મોટા એવા સ્વરૂપમાં દિલ્હીના 38 વર્ષીય બોલર આશિષ નેહરાનો સમાવેશ કરાયો છે. જ્યારે યુવા ખેલાડીઓના સ્વરૂપમાં કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ પણ ટીમના સભ્યો છે.

ટીમનો સૌથી ઉંમરલાયક ખેલાડી આશિષ નેહરા છેલ્લાં 18 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. તેણે તેની પ્રથમ ટેસ્ટ મેચ મોહમ્મદ અઝરુદ્દીનને કેપ્ટનશીપ હેઠળ વર્ષ 1999માં રમી હતી. બીજી બાજુ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાની ઉંમર 23 વર્ષની છે જ્યારે કુલદીપ યાદવ તો માત્ર 22 વર્ષનો જ છે.

બીજા શબ્દોમાં કહીએ તો નેહરાએ જ્યારે પોતાનું ઇન્ટરનેશનલ કરિયર શરૂ કર્યુ હતું તે સમયે કુલદીપ યાદવ માત્ર 5 વર્ષનો હતો. કૅપ્ટન કોહલી પણ ઉંમરમાં આશિષ નેહરાથી 10 વર્ષ નાનો છે. આશિશ ઉપરાંત આ ટીમમાં સૌથી વધુ ઉંમરલાયક ખેલાડી M S ધોની (36 વર્ષ) છે.

18 વર્ષના પોતાના કરિયરમાં નેહરાએ 17 ટેસ્ટ, 120 વન-ડે અને 26 T20 મેચો રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 44, વન-ડેમાં 157 અને T20માં 34 વિકેટો હાંસલ કરી છે.

Related posts

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Bansari

શોએબ અખ્તરનો ખુલાસો, આ બેટ્સમેનને આઉટ કરી શક્યો નથી

Mansi Patel

ભારતના કોહલી, રોહિત ધોની પર વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ ન કરવાનો આ ખેલાડીએ લગાવ્યો આરોપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!