GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ઉમેશ યાદવે રચ્યો ઈતિહાસ, 10 બોલમાં ફટકાર્યા 5 છગ્ગા અને કેપ્ટન વિરાટ કોહલી બોલ્યા કે…

રવિન્દ્ર જાડેજાની અડધી સદી ફટકાર્યા બાદ ઉમેશ ક્રીઝ પર આવ્યો હતો. તેણે મેદાન પર આવતાની સાથે જ પહેલા બે બોલમાં સતત બે સિક્સર ફટકારી હતી. ઉમેશ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો બેટ્સમેન બન્યો, તેણે 10 બોલમાં 31 રન બનાવ્યા.

આ મેચમાં ઉમેશ યાદવે 310 ના સ્ટ્રાઇકરેટથી રન કર્યા છે, જે કોઈપણ ખેલાડી દ્વારા ઓછામાં ઓછાં દસ બોલનો સામનો કરવો પડે તે સર્વોચ્ચ સ્ટ્રાઇકરેટ છે. ઉમેશ યાદવ પહેલા કોઈ પણ ખેલાડી દસ બોલ રમ્યા બાદ આટલા રન બનાવી શક્યો નથી. ઉમેશ યાદવે જોર્ડન લિન્ડે સામે તમામ સિક્સર ફટકારી હતી અને આ રેકોર્ડને પોતાના નામે કર્યો હતો.

10 બોલમાં ધમાકેદાર 31 રન બનાવતા ઉમેશ યાદવે પાંચ જોરદાર છગ્ગા ફટકાર્યા હતા. અને તેમાંની તમામ છગ્ગા લિંડેના બોલ પર આવ્યા હતા. ત્યારે આ ઈનિંગમા તેમણે ફક્ત એકજ સિંગલ લીધો હતો. ઉમેશે લિંડેની આઠ અમે ડેન પીટની બે બોલનો સામનો કર્યો હતો. તેમાં પીટનાં બેલ પર 1 રન અને બાકીનાં 30 રન લિંડેના બોલ પર ફટકાર્યા હતા.

એક તરફ ઉમેશ સિક્સર ફટકારી રહ્યો હતો, તો બીજી તરફ ડ્રેસિંગ રૂમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ખુશી સાથે ઉછળી પડ્યા હતા. જ્યારે ઉમેશ આઉટ થઈને પાછા ફર્યો ત્યારે વિરાટ કોહલીએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું. 31 વર્ષીય ઉમેશ યાદવ ટેસ્ટ મેચમાં ઇનિંગ્સમાં એક ફોર વિના પાંચ સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો છે. તે પહેલા બે બોલમાં બે સિક્સર ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો. ઉમેશ યાદવ પહેલા ક્રિકેટનો ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે 2013 માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે બોલમાં બે સિક્સર ફટકારી હતી, જ્યારે ફોફી વિલિયમ્સે આ પહેલા 1948 માં ઈંગ્લેન્ડ સામે આ પ્રદર્શન કર્યું હતું.

READ ALSO

Related posts

ગુજરાતના આ સાંસદને દિલ્હીમાં જોઈએ આલિશાન બંગલો, સૌરાષ્ટ્રના મંત્રી દ્વારા શરૂ કર્યું લોબિંગ

Karan

રમતના મેદાનને લઈને સરકારે જાહેર કરેલો પરિપત્ર માત્ર કાગળ પર, રાજ્યની સાડા પાંચ હજારથી વધુ શાળાઓમાં મેદાન જ નથી

Nilesh Jethva

High BP ના દર્દી આ બે વસ્તુને પોતાની ડાયટમાં કરો સામેલ, કંટ્રોલમાં રહેશે તમારુ હાઈ બ્લડ પ્રેશર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!