GSTV
Home » News » આદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિદરમાં ધબડકો, રિટેલ મોંઘવારી 4 માસની ટોચે

આદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિદરમાં ધબડકો, રિટેલ મોંઘવારી 4 માસની ટોચે

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મંદીજન્ય સ્થિતિ યથાવત્ રહી હોવાનું ચિત્ર આજે સરકાર દ્વારા જાહેર થયેલા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) ડેટાથી સ્પષ્ટ થાય છે. જાન્યુઆરી મહિનામાં ઔદ્યોગિક ક્ષેત્રનો ઉત્પાદન વૃદ્ધિદર ઘટીને 1.7 ટકા નોંધયો છે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નબળી કામગીરીને આભારી છે. જ્યારે વર્ષ પૂર્વે જાન્યુઆરી 2018માં આઇઆઇપી ગ્રોથ 7.5 ટકા જેટલો ઊંચો જાહેર કર્યો છે.

આમ વાર્ષિક તુલનાએ જોઇએ તો ઔદ્યોગિક ક્ષેત્રનો ઉત્પાદન વૃદ્ધિથી ઊંચા સ્તરેથી ગગડીને તળિયે ઉતરી ગયો છે. જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, રોજગારી સર્જનના મામલે ગંભીર સ્થિતિના સંકેત આપે છે. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2019માં એપ્રિલથી જાન્યુઆરી સુધીના પ્રથમ 10 મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 4.4 ટકા વધ્યું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાનગાળામાં આ વૃદ્ધિદર 4.1 ટકા નોંધાયો હતો. આઇઆઇપીના આંકડા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO) જાહેર કરવામાં આવે છે.

મોંઘવારી ફરી માઝા મુકશે ? ફેબ્રુઆરી CPI 2.57% પર 4 માસની ટોચે

છેલ્લા કેટલાક સમયથી દેશના મોંઘવારીના આંકડામાં એકતરફી ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ, ઈલેકશનના આ વર્ષમાં કન્ઝમ્પ્શન વધતા અને ક્રૂડના ભાવ ફરી ઉંચકાતા દેશમાં ફરી મોંઘવારી માઝા મુકશે તેવી આશંકા સેવાઈ રહી હતી. જાન્યુઆરીના આર્થિક આંકડા બાદ આજે આવેલ ગ્રાહક સ્તરના મોંઘવારીના આંકડા પણ આ તરફ જ નિર્દેશ કરી રહ્યાં છે.

જાન્યુઆરી, 2019ના 2.05%ના ગ્રાહક સ્તરની મોંઘવારીના આંકડાની સામે ફેબ્રુઆરીમાં CPI ઈન્ડેકસ 2.57% રહ્યો છે. ગ્રામીણ મોંઘવારી દર માસિક દ્રષ્ટિએ 1.29%થી વધીને 1.81% અને શહેરી CPI ઈન્ડેકસ 2.91%થી વધીને 3.43% રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં ગ્રાહક સ્તરનો મોંઘવારી દર 2.50%ની આસપાસ રહેવાનો માર્કેટ એક્સપર્ટસનો અંદાજ હતો. જાન્યુઆરીમાં ગ્રાહક સ્તરનો મોંઘવારી દર 18 માસના તળિયે પહોંચ્યો હતો પરંતુ, ગત મહિને આ આંકડો ચાર માસના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો છે અને હજી પણ આગામી સમયમાં ગ્રાહક સ્તરની મોંઘવારી વધુ આકરૂંરૂપ ધારણ કરી શકે છે.

ખાદ્ય મોંઘવારી પ્રાઈસ ઈન્ડેકસ -2.17%થી વધીને -0.66% રહ્યો છે. ફ્યુલ એન્ડ લાઈટ ઈન્ફલેશન 2.20%થી ઘટીને 1.24% રહ્યો છે. શાકભાજીનો મોંઘવારી દર -7.69%થી ઘટીને માસિક દ્રષ્ટિએ -13.32% રહ્યો છે. કપડા અને ફૂટવેરનો CPI મોંઘવારી 2.93%થી ઘટીને 2.71% થયો છે. અનાજનો ગ્રાહક સ્તરનો મોંઘવારી દર 0.8%થી વધીને 1.32% થયો છે. દાળનો મોંઘવારી દર -5.5%થી વધીને -3.82% થયો છે. આ સિવાયના અન્ય આંકડા પર નજર કરીએ તો હાઉસિંગ ઈન્ફલેશન 5.1%થી વધીને 5.2% થયો છે.

READ ALSO

Related posts

ચીટ ફંડ કૌભાંડ મામલે રાજીક કુમાર સામે CBIએ આપી લૂકઆઉટ નોટિસ

Mansi Patel

ફક્ત 10,000ના રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને 25થી 30 હજારની કમાણી પાક્કી

Arohi

જગનમોહન રેડ્ડી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થઈ મુલાકાત, પીએમ સમક્ષ કરી શકે છે આ માગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!