GSTV

4 મહિનાના ન્યૂનત્તમ સ્તર પર પહોંચ્યો ઔદ્યોગિક વિકાસ દર, સપ્ટેમ્બરમાં 4.5 ટકા

ઔદ્યોગિક ઉત્પાદનમાં સપ્ટેમ્બર મહિનામાં 4.5 ટકાનો વધારો નોંધવામાં આવ્યો, જે ચાર મહિનામાં તેનું ન્યૂનત્તમ સ્તર છે. મુખ્ય રૂપથી ખનન ક્ષેત્રમાં ખરાબ પ્રદર્શન અને મૂડીગત સામાન નબળો રહેવાથી ઔદ્યોગિક ઉત્પાદન વિકાસ દર પર અસર પડી.

ઔદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ (આઈઆઈપી)ના આધારે ઔદ્યોગિક વિકાસ સપ્ટેમ્બર 2017માં 4.1 ટકા હતો. કેન્દ્રીય સાંખ્યિક કાર્યાલય (સીએસઓ) દ્વારા સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાલુ વર્ષે ઓગષ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વધારાના આંકડાને સંશોધન કરીને 4.6 ટકા કરવામાં આવ્યા છે. પ્રારંભિક આંકડામાં તેને 4.3 ટકા જણાવવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષે જૂન અને જુલાઈમાં આઈઆઈપીમાં વધારો અનુક્રમે 6.9 ટકા તથા 6.5 ટકા હતો. આ અગાઉ ચાલુ વર્ષે મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.8 ટકાનો વધારો થયો હતો. ખનન ક્ષેત્રના ઉત્પાદનમાં સપ્ટેમ્બરમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે એક વર્ષ પહેલા ચાલુ મહિનામાં 7.6 ટકાનો વધારો થયો હતો. આ પ્રકારે, મૂડીગત વસ્તુઓનું ઉત્પાદન ઘટીને 5.8 ટકા રહ્યું. ગયા વર્ષે આ મહિને આ ક્ષેત્રનો વધારો 8.7 ટકા હતો. જોકે, વિનિર્માણ ક્ષેત્રનો વિકાસ દર સપ્ટેમ્બર મહિનામાં 4.6 ટકા રહ્યો, જે એક વર્ષ પહેલા ચાલુ મહિને 3.8 ટકા હતો.

વિજળી ઉત્પાદનની વૃદ્ધિ પણ સુધરીને સપ્ટેમ્બર મહિનામાં 8.2 ટકા રહીં, જે એક વર્ષ પહેલા આ મહિને 3.4 ટકા હતી. આંકડા મુજબ, એપ્રિલ-સપ્ટેમ્બર 2018 દરમ્યાન આઈઆઈપી વિકાસ દર 5.1 ટકા રહ્યો. આ અગાઉ પૂર્વ નાણાંકીય વર્ષના આ સમયગાળામાં આ 2.6 ટકા હતો. ઉપયોગ આધારિત વર્ગીકરણ હેઠળ સપ્ટેમ્બર 2018માં પ્રાથમિક વસ્તુઓનું ઉત્પાદન કરનારા ઉદ્યોગનો વિકાસ દર વાર્ષિક 2.6 ટકા રહ્યો.

તો મધ્યવર્તી વસ્તુ ક્ષેત્રને 1.4 ટકા અને નિર્માણ વસ્તુઓમાં 9.5 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમ્યાન ટકાઉ ગ્રાહક સામાન અને બિન ટકાઉ ગ્રાહક ઉત્પાદન ક્ષેત્રોનો વિકાસ દર અનુક્ર્મે 5.2 ટકા અને 6.1 ટકા રહ્યો. ઉદ્યોગના સંદર્ભમાં વિનિર્માણ ક્ષેત્રના 23 ઔદ્યોગિક સમૂહમાંથી 17માં ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદનમાં વધારો રહ્યો.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર: રાજ્યના પુરવઠા વિભાગે લીધા મહત્વનાં નિર્ણયો

pratik shah

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!