GSTV
Business India News Trending

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

અર્થતંત્રમાં મંદીના સંકેત આપતા સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જે  છેલ્લા આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને ઇલેક્ટ્રિસિટી સેક્ટરના નબળા દેખાવને પગલે સપ્ટેમ્બરમા ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો  જોવા મળ્યો છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ)ના આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં  છેલ્લા આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, 2019માં આઇઆઇપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.4 ટકાનો ઘટાડો થયો હતો.

ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદન સપ્ટેમ્બર, 2018માં 4.6 ટકા વધ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં મેન્યુફેકચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 3.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.8 ટકાનો વધારો થયો હતો.

સપ્ટેમ્બર, 2019માં વીજળીના ઉત્પાદનમાં 2.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એક વર્ષ અગાઉના સમયગાળામાં આ સેક્ટરમાં 8.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બર, 2019માં માઇનિંગ સેક્ટરમાં પણ 8.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કેપિટલ ગુડ્ઝ સેક્ટરમાં પણ 20.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં કેપિટલ ગુડ્ઝ સેક્ટરમાં 6.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આ અગાઉ ઓક્ટોબર, 2011માં ઔદ્યોગિક ઉત્પાદનમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.સપ્ટેમ્બર, 2019માં  આઇઆઇપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં  મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળતા નાણાકીય વર્ષ 2019-20ના બીજા કર્વાટરમાં પણ જીડીપી વધવાની શક્યતા ઓછી છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2019-20ના બીજા કવાર્ટર એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બીજા કવાર્ટરના જીડીપીના આંકડા 29 નવેમ્બરે જાહેર થશે તેવી શક્યતા છે. મેન્યુફેકચિંગ સેક્ટરની વાત કરીએ સપ્ટમ્બર, 2019માં તો 23 ઔદ્યોગિક જૂથોમાંથી 17માં નેગેટિવ વિકાસ જોવા મળ્યો છે.

Read Also

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja

Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ

Hardik Hingu
GSTV