આવી ગયું બેટરીથી ચાલતું ક્રેડિટ કાર્ડ, એક બટન દબાવતા જ મળશે મનપસંદ સુવિધા

અત્યાર સુધી તમે મેગસ્ટ્રિપ અને ઇવીઅમ ચિપ વાળા ડેબિટ કાર્ડ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે બેટરીથી ચાલતા ક્રેડિટ કાર્ડ વિશે સાંભળ્યું છે? ઇંડસઇંડ બેન્કે સૌપ્રથમવાર આવું અનોખુ કાર્ડ બહાર પાડ્યુ છે.

ઇંડસઇંડ બેન્કનું નેક્સ્ટ ક્રેડિટ કાર્ડ બેટરીથી ચાલતુ દેશનું પહેલું ક્રેડિટ કાર્ડ છે. જો તમારી પાસે આ કાર્ડ હશે તો તમારે ઇએમઆઇ પર સામાન ખરીદવા માટે કોઇ કસ્ટમર કેરને ફોન નહી કરવો પડે. તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે ઇએમઆઇ પર શૉપિંગ કરી શકો છો. જ્યારે પણ ઇચ્છો ત્યારે રિવૉર્ડ પૉઇન્ટ્સ ખર્ચ કરી શકો છો. આ બધુ જ કાર્ડ દ્વારા થશે.

હકીકતમાં મૉર્ડન ટેક્નોલોજીથી બનેલા આ કાર્ડમાં કેટલાંક બટન છે. તેમાં ત્રણ મુખ્ય બટન છે. એક-એમઆઇથી ભરો, બીજુ-રિવૉર્ડસ પોઇન્ટ ખર્ચ કરો અને ત્રીજુ-ક્રેડિટ કાર્ડથી ભરો.

તેનો અર્થ છે જ્યારે પણ તમે શૉપિંગ કરો, તે બાદ ઇએમઆઇ દ્વારા પેમેન્ટ કરવા માગો છો, રિવોર્ડ પોઇન્ટ યુઝ કરવા માગો છો કે ક્રેડિટ કાર્ડથી ડાયરેક્ટ પેમેન્ટ કરવા માગો છો. તમે જે વિકલ્પનો ઉપયોગ કરવા માગો છો તેની સામેનું બટન પ્રેસ કરવાનું છે. બટન દબાવતાં જ તેમાં લાઇટ થશે.

જો તમે ઇએમઆઇથી પેમેન્ટ કરવા માગો તો તેના માટે જેવું તમે ઇએમઆઇ વાળા બટન પર પ્રેસ કરશો તો તમને 3,6,12 અને 24 મહિનાની ઇએમઆઇમાં પેમેન્ટને બદલવાના ઓપ્શન મળશે.

આ રીતે કરો અપ્લાય
તેમાં તમારે દરેક ક્રેડિટ કાર્ડની જેમ અલગ-અલગ સુવિધાઓ મળે છે. તેમાં તમારે ફ્યૂલ સરચાર્જ વેવર, ઑટો અસિસ્ટ સહિત અનેક ફિચર્સ મળે છે. આ કાર્ડ વિશે તમે ઇંડસઇંડની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter