GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટમાં જજ બની ઈતિહાસ રચશે ઈંદુ મલ્હોત્રા

સરકારે વરિષ્ઠ એડવોકેટ ઈન્દૂ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.

કાયદા મંત્રાલયના સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલમાં આના સંદર્ભે દાવો કરાયો છે. આમ બાર એસોસિએશનમાંથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થનારા તેઓ પહેલા મહિલા ન્યાયાધીશ હશે. જો કે સરકારે જસ્ટિસ કે.એમ.જોસેફની પદોન્નતિને રોકી રાખવાનો નિર્ણય કર્યો છે. જસ્ટિસ જોસેફ ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે.

સૂત્રોનું કહેવું છે કે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને ઈન્દૂ મલ્હોત્રાની નિયુક્તિ માટેના સરકારના નિર્ણય સંદર્ભે પત્ર લખશે. કોલેજિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે. એમ. જોસેફની નિમણૂકની પણ ભલામણ કરી હતી.

જસ્ટિસ જોસેફની પદોન્નતિ અને ઈન્દૂ મલ્હોત્રાની નિમણૂકની ભલામણ લગભગ ત્રણ માસ પહેલા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમનની ભલામણની ફાઈલ 22 જાન્યુઆરીએ કાયદા મંત્રાલયમાં પહોંચી હતી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની શરૂ થયેલી મંજૂરીની પ્રક્રિયામાં માત્ર ઈન્દૂ મલ્હોત્રાનું નામ આગળ વધી શક્યું છે.

સરકારનું માનવું છે કે જસ્ટિસ જોસેફના નામની ભલામણ કરતી વખતે કોલેજિયમે વરિષ્ઠતા અને પ્રાદેશિક પ્રતિનિધિત્વની અવગણના કરી છે. જસ્ટિસ જોસેફ 669 જેટલા હાઈકોર્ટના ન્યાયાધીશોની વરિષ્ઠતાની યાદીમાં 42મા ક્રમાંકે છે.

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!