GSTV
Rajkot Trending ગુજરાત

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જંગલેશ્વર વિસ્તારમાં જાહેરસભામાં આપ પક્ષ પર અનેક મોટા પ્રહાર કર્યા છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ છે કે, ‘કેજરીવાલને અલ્પસંખ્યોના ના મત જોઈએ છે પરંતુ તેમની સાથે ફોટા પાડવાની ના પાડે છે. ઇસુદાન ગઢવી અલ્પસંખ્યકો સાથે ફોટોના પડાવે અને તે પણ ભાગી જાય છે.

ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યુ કે, હિન્દુ મુસ્લિમ નહી જ્ઞાતિ અને સરનેમમાં પણ ભાગ પડવવાનું કામ ભાજપનું

આ સાથે ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યુ કે, હિન્દુ મુસ્લિમ નહી જ્ઞાતિ અને સરનેમમાં પણ ભાગ પડવવાનું કામ ભાજપ કરી રહ્યા છે. મારા પર મહાદેવની દયા છે અને અલ્લાહની દયા છે. લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. આ સાથે તેમણે જણાવ્યુ કે, હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેર જાવ ત્યારે પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. બે નારા મારે એક સાથે બોલવા છે, હું અલ્લાહ હુ અકબર બોલું તમે મહાદેવ બોલજો. આપણને જુદા કરવા માંગે છે એ લોકો ને ખબર પડવી જોઈએ કે અમે ઇન્સાન છીએ.

READ ALSO

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu
GSTV