GSTV

પ્રભારી સચિવ રાજીવ સાતવની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુનો કોંગ્રેસમાં પુન:પ્રવેશ

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયાની હાજરીમાં કોંગ્રેસમાં પુન: પ્રવેશ કર્યો. રાજ્યગુરૂ 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજકોટમાં સીએમ રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. 2017માં હાર બાદ થોડા સમય પછી રાજ્યગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે થોડા સમય પહેલ  જ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ સંકેત આપ્યા હતા કે તે કોંગ્રેસમાં ફરીથી જોડાશે.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસે ફી મુદ્દે ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતુ. સ્કૂલની ફી માફીની માંગ સાથે કોંગ્રેસે સુત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસે સંપૂર્ણ સત્રની ફી માંફ કરવા માંગ કરી હતી. કોંગ્રેના નેતાએ પરેશ ધાનાણીએ કહ્યુ હતુ કે ખાનાગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ફી ભરવામાં સક્ષમ નથી. ત્યારે સરકારે સત્ર ફી માફ કરવી જોઇએ તેવી માંગ કરવી જોઇએ. ગુજરાતના દોઢ કરોડ વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસ ઊભુ રહેશે. સ્કૂલ ફી માફીની વાતને અમે ગામડે ગામડે લઇ જઇશુ. કોંગ્રેસે સ્કૂલ માફીના મુદ્દે રાજ્ય ભરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં નારા પણ લગાવ્યા હતા.

READ ALSO

Related posts

MI Vs RCB: મેદાનની વચ્ચે જ બાખડી પડ્યા હાર્દિક પંડ્યા અને ક્રિસ મૉરિસ, મેચ રેફરી આપ્યો ઠપકો

Mansi Patel

ચૂંટણીમાં દરેક જીત પર આશિર્વાદ અને મોઢુ મીઠુ કરાવવુ…કંઇક આવા હતા ‘ગુરુ’ કેશુભાઇ સાથે નરેન્દ્ર મોદીના સંબંધો

Bansari

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી રાજકીય પક્ષો શોકમાં ગરકાવ, PM મોદી, અમીત શાહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!