શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ પીટર મુખર્જી સાથે છુટાછેડા લેવા માટે મુંબઈની બાંદ્રા કોર્ટમાં અરજી કરી છે. ઈન્દ્રાણી પોતાની પુત્રીની હત્યાની મુખ્ય આરોપી છે.
તાજેતરમાં મુંબઈની સીબીઆઈની કોર્ટે ઈન્દ્રાણીની જામીન અરજી ફગાવી હતી. શીનાની હત્યા 24 એપ્રિલ 2012ના રોજ કરવામાં આવી હતી. પોલીસને શીનાનો મૃતદેહ ગાગોડે ગામ પાસે આવેલા જંગલમાંથી મળી આવ્યો હતો.
જે બાદ આ મામલે પોલીસે ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડ કરી હતી. ત્યારે ઈન્દ્રાણીએ પીટરથી અલગ થવા માટે કોર્ટમાં છુટાછેડાની અરજી કરી છે.