GSTV
India News Trending

પી ચિદમ્બરમની ધરપકડને ઈન્દ્રાણી મુખર્જીએ શુભ સમાચાર ગણાવ્યા

INX મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડને ઈન્દ્રાણી મુખર્જીએ સારા સમાચાર ગણાવ્યા છે. ગુરૂવારે મીડિયા દ્વારા આ મુદ્દે પૂછવામાં આવેલા સવાલમાં ઈન્દ્રાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઈંદ્રાણી આ કેસમાં અપ્રુવર છે. આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રીને સીબીઆઈની 22 ઓગસ્ટે ધરપકડ કરી હતી.

આ પહેલાં સીબીઆઈ અને ઈડીએ આઈએનએક્સ મીડિયા પ્રમોટર ઈંદ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જીના નિવેદનના આધારે ચિદમ્બરમ વિરૂદ્ધ ગાળ્યો મજબૂત કર્યો હતો. ઈંદ્રાણી મુખર્જી હાલ પોતાની દીકરી શીના બોરાની હત્યા મામલે જેલમાં બંધ છે. આ કેસ સાથે સંબંધિત ગુરૂવારે કોર્ટ પહોંચેલી ઈંદ્રાણીને ચિદમ્બરમની ધરપકડ અંગે સવાલો પૂછ્યા હતા, જેના જવાબમાં તેને ચિદમ્બરમની ધરપકડને ગુડ ન્યૂઝ ગણાવ્યા હતા.

ચિદંબરમનાં પુત્ર દ્વારા લાંચ લેવાનો આરોપ

એજન્સીએ આરોપ લગાવ્યો છેકે, INX મીડિયા ગ્રુપમાં વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ(એફઆઈપીબી)ની પરવાનગી મેળવવા માટે ચિદૂબરમે પોતાના પદનો દુરૂપયોગ કર્યો હતો અને પોતાના પુત્ર કાર્તિ દ્વારા 300 કરોડથી વધારેની લાંચ લીધી હતી. પુછપરછમાં ઈન્દ્રાણીએ કહ્યુ છેકે, તે FIPBની મંજૂરીના મામલે કાર્તિ ચિદંબરમને મળી હતી.

READ ALSO

Related posts

નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં

Hina Vaja

કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો

Siddhi Sheth

પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ

Drashti Joshi
GSTV