GSTV

ઇન્દોરમાં ઘાતક કોરોના ડેલ્ટા વેરિયન્ટના નવા સ્વરૂપે ચિંતા વધારી, એવાય-ફોર મળી આવતા આરોગ્યતંત્ર દોડતું થયું!

RTPCR

Last Updated on October 24, 2021 by pratik shah

ઇન્દોરમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના નવા સ્વરૂપે ફરી ચિંતા વધારી છે… ઇન્દોરમાં ડેલ્ટા વેરિયન્ટનું નવું સ્વરૂપ એવાય-ફોર મળી આવ્યું છે. સાત દર્દીઓના જિનોમની સિક્વન્સમાં આ વેરિઅન્ટ સામે આવ્યો છે…  જો કે આ વેરિઅન્ટને લઈને હાલ દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યું છે. વળી તેના નેચરને લઈને હાલમાં સ્થિતિ સ્પષ્ટ નથી, પણ અનેક નેચર એક્સપેર્ટે આ વેરિઅન્ટની સંક્રમણ ક્ષમતાને ઝડપી બતાવી છે અને સાવધાન રહેવાની સલાહ આપી છે.

corona

ઇન્દોરમાં સપ્ટેમ્બરમાં 7 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામના સેમ્પલ 21 સપ્ટેમ્બરે જિનોમ સીકવન્સિંગ દિલ્હીની એનસીડીસી લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો હાલમાં જ રિપોર્ટ આવી ગયો છે.

કોરોના

મહત્વનું છે કે ડેલ્ટાના આ નવા વેરિઅન્ટ એવાય-ફોરની જાણકારી દેશમાં સૌથી પહેલાં એપ્રિલમાં મહારાષ્ટ્રમાં સામે આવી હતી… હવે ઇન્દોરમાં પણ આનાથી સંક્રમિત થયેલા દર્દીઓ મળી આવ્યા છે. જો કે હવે ઇન્દોરમાં દરેક દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ રહ્યા છે અને તેનાથી કોઈને ખતરો નથી. નોડલ અધિકારીનું કહેવું છે કે આ તમામ લોકો સંપૂર્ણ સુરક્ષિત છે. હાલમાં એવાય-ફોર વેરિઅન્ટની ટ્રાન્સમિશન કેપેસિટી કેટલી છે..તેના પર વિશ્વમાં રિસર્ચ ચાલી રહ્યું છે. એટલે હાલ કંઇ પણ કહેવું વાજબી નથી પરંતુ આ મામલે ચિંતા કરવા જેવું પણ કંઇ નથી.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!