GSTV

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Last Updated on September 19, 2020 by Mansi Patel

ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે 59ના મેઠવાડા ટોલ ટેક્સ બુથ ઉપર શુક્રવાર રાત્રે અચાનક 30થી 35 બુકાનીધારી બદમાશોએ હૂમલો કર્યો હતો. હૂમલો કરીને ઉત્પાત મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પોલીસનું સાયરન સંભળાતા જ હૂમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ટોલ બૂથ સંચાલકો દ્વારા બેટમાં પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ દાખલ કરી છે. તે પહેલા પણ ટોલ કર્મચારી સાથે મારપીટની ઘટના બની ચુકી છએ. પોલીસ આ સમગ્ર મામલા ઉપર નજર રાખી રહી છે અને હૂમલાખોરોની તલાશ કરી રહી છે.

કેટલાક દિવસ પહેલા કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ ઋષિરાજ સિંહ સિસોદીયાએ આ માલાને લઈને તોડફોડ કરવાની ધમકી આપી હતી. પરંતુ વિતેલી રાત્રએ થયેલી તોડફોડમાં કરણી સેનાનું નામ સામે આવ્યું નથી. તો પોલીસ તે અનુમાન લગાવીને તપાસ કરી રહી છે કે, આસપાસના ગ્રામીણો દ્વારા ટોલ બુથ ઉપર ટેક્સ વસુલીને લઈને તોડફોડ કરવામાં આવી હોય. આ પહેલા પણ ટોલબૂથની આસપાસના ગામમાં લોકોને ટેક્સ વસુલીનો વિરોધ પણ કર્યો હતો.

જ્યારથી આ ટોલ બૂથ બન્યું છે ત્યારથી તે વિવાદોમાં રહ્યું છે. સમગ્ર દેશમાં આવેલા ટોલ બૂથો ઉપર લાગનારા ટોલની સંખ્યા કરતા આ ટોલ બૂથ ઉપર ટોલના ભાવ વધારે છે. આ પહેલા પણ ઘણા આંદોલનો અને વિરોધ પ્રદર્શન થઈ ચુક્યાં છે. એટલું જ નહીં એક વખત તો વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિશાલ પટેલે આશે 3 કલાક સુધી ટોલ બૂથ ઉપર ટોલની નજીક રહેનારા ખેડૂતો પાસેથી ટોલની વસુલી લઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

પોલીસનું કહેવું છે કે, ટોલ બૂથની આસપાસના ગામમાં જેની ખેતી ટોલની બંને બાજુએ છે. તેને ખેતરે આવવા અને જવા માટે ટોલ પ્રબંધનમાં ખેડૂતો પાસેથી અઢીસો રૂપિયા મહિનાના પાસ બનાવવાની વાત કરી હતી. આ કારણે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે વિરોધ કરાનારા તે જ ખેડૂતો છે જે ખેડૂતોની મોટી જમીન નેશનલ હાઈવેના નિર્માણમાં ચાલી ગઈ છે. હાલ તો પોલીસે કેસ દાખલ કરીને હૂમલાખોરોની તપાસમાં લાગી ગઈ છે.

Related posts

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari

દુ:ખદ: એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું થયું નિધન, ઈજીપ્તમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!