GSTV

કોરોના અને આચારસંહિતાની ધજ્જિયા ઉડાવતા નેતાઓ, તમે જ વિચારો કઈ પાર્ટી પર થયા હશે સૌથી વધુ કેસ

મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો માટે થઈ રહેલી પેટાચૂંટણી અંતર્ગત લાગેલી આચરસંહિતા અને કોરોના મહામારી પ્રોટોકોલના ઉલ્લંઘન મામલાની ફરિયાદોની લાઈનો લાગી છે. કોઈ પણ પાર્ટીના નેતા હોય, આચાર સંહિતા ઉલ્લંઘન કરવામાં એકબીજામાં હરીફાઈ જામી છે. ઈંદૌરની સાંવેર સીટની વાત કરીએ તો અહીં કોરોના અને આચારસંહિતાના ઉલ્લંઘનની અત્યાર સુધીમાં 22 ફરિયાદો આવી છે. જેના પર એફઆઈઆર કરી દેવામાં આવી છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ કરતા ક્યાંય આગળ નિકળી ગયા છે. ભાજપના નેતાઓ વિરુદ્ધ કોરોના અને આચાર સંહિતા ઉલ્લંઘનની અત્યાર સુધીમાં 13 ફરિયાદો આવી છે, જ્યારે કોંગ્રેસ નેતાઓ પર 6 ફરિયાદ આવી છે.

આકાશ વિજય વર્ગિય સહિત કેટલાય મંત્રીઓ છે સામેલ

સાંવેર વિધાનસભામાં આવેલી 22 ફરિયાદમાં કેટલાય મોટા મોટા નેતાઓ સામેલ છે. જેમાં ભાજપના 13 નેતા અને કોંગ્રેસના 6 નેતાઓ પર ફરિયાદ થઈ છે. ભાજપના નેતાઓની વાત કરીએ તો, જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટ, ધારાસભ્ય રમેશ મેંદોલા, કૃષ્ણામુરારી મોઘે, ધારાસભ્ય આકાશ વિજયવર્ગિય, જિલ્લા અધ્યક્ષ રાજેશ સોનકર, પ્રદેશ પ્રવક્તા ઉમેશ શર્મા જેવા નેતા સામેલ છે. ત્યારે આ બાજૂ ભાજપની ફરિયાદ પર પૂર્વ મંત્રી જિતૂ પટવારી,, પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડૂ, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સદાશિવ યાદવ, મકબૂલ પટેલ, વિકાસ સોની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

સાંવરે સીટ પર 14 ઉમેદવારો મેદાનમાં છે

સાંવેર વિધાનસભા સીટની વાત કરીએ તો અહીં 14 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, શિવસેના, સપાક્સ, બસપા, તથા અપક્ષ ઉમેદવારો પોતાની નસીબ અજમાવી રહ્યા છે.

READ ALSO

Related posts

લગ્નના 4 વર્ષ બાદ આ અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યુઝ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી આવી નજર

Ankita Trada

IPL/અત્યંત કંગાળ દેખાવ સાથે પ્લે ઓફની રેસમાંથી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ આઉટ

Bansari

IPL 2020: એક સિઝનમાં ચેન્નાઈની ટીમ સાત મેચ હારી, ધોનીનો શરમજનક રેકોર્ડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!