એક ઈન્ડોનેશિયાઈ મહિલાએ એવો અજીબ દાવો કર્યો છે, જેને જાણી તમે હેરાન રહી જશો. મહિલાનો દાવો છે કે, તે હવાથી ગર્ભવતી થઈ ગઈ. મહિલાએ એક સ્થાનીય સમાચાર ચેનલથી વાત કરતા કહ્યું છે કે, તેને કોઈ પુરુષ સાથે ફિજિકલ રિલેશન બનાવ્યા નથી. અચાનક સૂતા-સૂતા હવાથી જ તે ગર્ભવતી થઈ ગઈ.

15 મિનિટમાં થઈ ગર્ભવતી
મહિલાના હેરાન કરનાર દાવા પ્રમાણે બપોરના સમયે પ્રાર્થના બાદ તે પોતાના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. અચાનકથી તેને લાગ્યુ તે, હવા તેના શરીરમાં પ્રવેશ કરી રહી છે. ઘટનાના 15 મિનિટ બાદ તેના પેટમાં દર્દ થવા લાગ્યુ અને તેનુ પેટ મોટુ થવા લાગ્યુ. ત્યારબાદ મહિલા નજીકના હોસ્પીટલમાં પહોંચી જ્યાં તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.
પોલીસ જોડાઈ ગઈ તપાસમાં
મહિલાની વિચિત્ર કહાની થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ. ત્યારબાદ સ્થાનીય સામુદાયિક ક્લિકના પ્રમુખ આ કેસમાં જાણકારી મેળવવા મેળવવા મહિલાની પાસે પહોંચ્યા. આ દરમિયાન તેને જાણવા મળ્યું કે, મહિલાના લગ્ન થઈ ચૂક્યા છે. હવે તે પોતાના પતિથી અલગ રહી રહી છે. તેની પહેલાથી જ એક બાળકી છે. સામુદાયિક ક્લિનિકના પ્રમુખ ઈમાન સુલેમાને કહ્યું કે, તપાસ દરમિાનયમળી આવ્યું છે કે, માતા અને બાળક સ્વસ્થ છે. નોર્મલ ડિલીવરી થઈ છે. બાળકીનું વજન 2.9 કિલોગ્રામ છે. સુલેમાને કહ્યું કે, આ એક ‘ગુપ્ત ગર્ભાવસ્થા’ નો કેસ લાગે છે. જેમાં મહિલાને પ્રસવ પહેલા ગર્ભાવસ્થા મેહસુસ જ થતી હતી નહી. સ્થાનીય પોલીસે પણ આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. મહિલાના છેલ્લા લગ્ન સહિત બધા પહેલુઓની તપાસ કરવામાં આવી રહી છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો