અપરાધીએ ગુનો સ્વીકારવાની ના પાડી, તો પોલીસે ગળામાં સાપ લપેટ્યા: Video Viral

ઈન્ડોનેશિયાના પશ્ચિમી વિસ્તાર પાપુઆમાં પોલીસ કર્મચારીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન પોલીસે આરોપીના ગળામાં જબરજસ્તીથી સાપ લપેટી દીધો અને ગુનો કબૂલ કરાવી લીધો. પોલીસની આ કાર્ય પદ્ધતિ કોઈકે મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી અને વાઈરલ કરી દીધી.

કેટલીક વખત પોલીસ કર્મચારીઓની કાર્યપદ્ધતિ એમના માટે જ મુશ્કેલી ઉભી કરી દેતી હોય છે. ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં પોલીસનો અત્યાચાર ફેમસ છે. ઇન્ડોનેશિયાની પોલીસે આ પ્રકારની હરકત કરીને માફી માંગવી પડી છે. ફોન ચોરી કરવાના આરોપ હેઠળ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા આરોપીને પૂછપરછ દરમિયાન ગળામાં સાપ લપેટી દીધો. આ પ્રકારના સમજ વગરના કાર્યથી પોલીસની ખૂબ જ નિંદા કરવામાં આવી. આખી ઘટનાક્રમ પછી ઊચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી પણ માગી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter