GSTV
News Trending Videos Viral Videos World

Video / રાહદારી પર અચાનક પડી વીજળી, પછી જે થયું તે જોઈ આંખો પર નહીં થાય વિશ્વાસ

વીજળી

ઈન્ડોનેશિયામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં રસ્તા પર ચાલતા એક વ્યક્તિ પર આકાશમાંથી અચાનક વીજળી પડતી જોઈ શકાય છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વ્યક્તિ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. વીજળી સીધી તેના પર પડી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મામલો રાજધાની જકાર્તાનો છે. મળતી માહિતી મુજબ 35 વર્ષીય આ વ્યક્તિ જકાર્તાના ઉત્તર ભાગમાં કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલી એક કંપનીમાં ગાર્ડ તરીકે કામ કરે છે. ઘટના સમયે તે ફરજ પર હતો.

વીજળી

આ વીડિયોને ઈન્ડોનેશિયાની મીડિયા કંપનીએ તેમજ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ વરસાદમાં છત્રી લઈને રસ્તા પર ચાલી રહ્યો છે. આજુબાજુ ભારે વાહનો જોવા મળે છે. ફ્રેમમાં પ્રવેશ્યાના લગભગ 15 સેકન્ડ પછી, અચાનક વિસ્ફોટ જેવી ઘટના બને છે. જ્યાં આ વ્યક્તિ ચાલી રહ્યો છે ત્યાં આગની ચિનગારી જોઈ શકાય છે. પછી તે પાણીથી લથબથ રસ્તા પર પડે છે. તે ઉભા થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે આમ કરી શકતો નથી.

દુર્ઘટના પછી જીવિત બચ્યો વ્યક્તિ

વીડિયોમાં જોઈ શકાય છે ઘટના બાદ આસપાસના લોકો પીડિતની મદદ માટે દોડી આવે છે. આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં બની હતી અને રવિવારે સ્થાનિક મીડિયા દ્વારા તેની જાણ કરવામાં આવી હતી. પોલીસે પણ ઘટનાની પુષ્ટિ કરી છે. સદનસીબે આટલા મોટી દુર્ઘટના પછી પણ સુરક્ષા ગાર્ડ બચી ગયો. તેના હાથ પર બળવાના નિશાન છે. પહેલા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે ઘરે સારવાર ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ગાર્ડના હાથમાં વોકી-ટોકી હતી. જેના કારણે વીજળી એટ્રેક્ટ થઈને તેના પર પડી હતી.

READ ALSO

Related posts

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

GSTV Web Desk

શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો

Akib Chhipa

પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો

GSTV Web Desk
GSTV