GSTV

ઈન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીનું એલર્ટ, તબાહીના માહોલ સર્જાયા

Last Updated on August 5, 2018 by

ઈન્ડોનેશિયામાં 7.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં સુનામીનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. રિક્ટસ સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 7.0 માપવામાં આવી છે. યુ એસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લંબોક આઈલેન્ડ પાસે નોંધવામાં આવ્યુ છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 15 કિલોમીટર નીચે નોંધાયુ છે. ઈન્ડોનેશિયમાં સુનામીનું એલર્ટ આપવામાં આવતા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભૂકંપમાં અત્યાર સુધીમાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી.પરંતુ ભૂકંપની તિવ્રતાના કારણે લોકો પોતાના ઘર અને હોટેલ, રેસ્ટોરન્ટમાંથી બહાર નિકળી આવ્યા હતા. મહત્વનું છે કે, એક સપ્તાહ પહેલા પણ વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમા 17 લોકોના મોત થયા હતા.

Related posts

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!