GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ઈન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીના કારણે દુર્ઘટનાનો મૃત્યુઆંક 1,407એ પહોંચ્યો

ઈન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીની બેવડી કુદરતી દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 1,407એ પહોંચી ગયો છે. આ દરમિયાન ઇન્ડોનેશિયામાં બે જ્વાળામુખી પણ ફાટ્યા છે, જેના કારણે કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરાયું હતું. અત્યાર સુધી તંત્ર 1000થી પણ વધુ લોકોની સામૂહિક દફનવિધિ કરી ચૂકી છે, પરંતુ હજુ પણ અનેક લાપતા લોકોના મૃતદેહો મળે એવી ડિઝાસ્ટર એજન્સીએ શક્યતા વ્યક્ત કરી છે. પાલુ સહિતના શહેરોમાં ઠેર ઠેર લોકો કાટમાળમાંથી ખોરાક-પાણી શોધી રહ્યા હોય એવા દર્દનાક દૃશ્યો સર્જાયા છે.

સરકાર દ્વારા લોકોને પાણી, દૂધ, ચોખા અને પેઇન કિલર્સ પહોંચાડવાનું ચાલુ કરવામાં આવ્યુ છે. પરંતુ રાહત છાવણીઓના અભાવે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા સુતોપો પુર્વો નુગ્રોહોએ કહ્યું હતું કે, અમે ભૂકંપ અને સુનામીથી ધરાશયી થયેલી ઈમારતોનો કાટમાળ ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે.

કાટમાળ નીચેથી હજુ વધારે મૃતદેહો મળવાની શક્યતા છે. પાલુ નજીક પ્રવાસન સ્થળે જાણીતી હોટેલ રોઆ રોઆ સંપૂર્ણ ધરાશાયી થઇ ગઇ છે, જ્યાં 60થી વધુ લોકો દટાયા હોવાની પણ શંકા છે. બીજા અનેક સ્થળોએ કુલ 150 લોકો દટાયા હોવાની કે લાપતા થયા હોવાની ફરિયાદો નોંધાઇ છે. આ ભયાવહ્ દુર્ઘટનામાં સાડા ત્રણ લાખથી પણ વધુ લોકોને અસર થઇ છે.

બીજી તરફ, સુલાવેસી પ્રાંતમાં અનેક લોકો પીવાના પાણી અને ખોરાકની અછતના કારણે પરેશાન છે. કેટલાક લોકો ભંગારના ઢગલાઓમાં પાણી અને ખોરાક શોધતા હોય એવા દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. પાલુમાં અનેક લોકો સહાય નહીં મળવાના કારણે સરકાર સામે ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. અનેક લોકોની ફરિયાદ છે કે, હજુ સુધી સરકાર તરફથી તેમને બિલકુલ મદદ મળી નથી. આ ઉપરાંત મૉલ અને નાની-મોટી દુકાનોમાં કેટલાક લોકોએ લૂંટફાટ પણ શરૂ કરી છે.

 

Related posts

રાજસ્થાન વિવાદનો આજે જ અંત ઈચ્છે છે કોંગ્રેસ હાઈ કમાન્ડ, CM બનવાના આગ્રહ પર સચિન પાયલોટ મક્કમ

pratik shah

GTUએ ઓનલાઈન – ઓફલાઈન પરિક્ષાની જાહેર કરી તારીખો, 16મીથી વિદ્યાર્થીઓ કરી શકશે વિકલ્પની પસંદગી

pratik shah

ડિજિટલ ક્રાંતિની દિશામાં મોટુ પગલું, ભારતમાં 75000 કરોડનું રોકાણ કરશે Google: આ 4 ક્ષેત્રો પર ફોકસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!