અમેરિકાના પ્રમુખ જો બાયડેને ઈન્ડો-પેસિફિક-ઈકોનોમિક ફ્રેમ વર્ક રચવા એલાન કર્યું છે. ક્વોડ સમિટ પહેલાં આ ફ્રેમવર્ક રચવા મંત્રણા યોજાઈ હતી. જેમાં અમેરિકા, જાપાન સહિત ૧૩ દેશોએ ભાગ લીધો હતો. ભારત પણ તેમાં જોડાયું હતું. આ અંગે બાયડેને કહ્યું હતું કે આ દ્વારા આપણે ૨૧મી સદીના આર્થિક પડકારોનો સામનો કરી શકીશું. કહેવાય છે કે આ દ્વારા ડીજીટલ ઈકોનોમી, સપ્લાઈ ચેઈન, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા મહત્વના મુદ્દાઓ ઉપર સંયુક્ત રીતે પ્રયાસ કરવામાં આવશે.

બાયડેને ઓક્ટોબર ૨૦૨૧માં પહેલીવાર વાત કરી
આ અંગે બાયડેને ઓક્ટોબર ૨૦૨૧માં પહેલીવાર વાત કરી હતી. તેનો પ્રસ્તાવ અમેરિકી કોંગ્રેસ રીસર્ચ સર્વિસે ફેબુ્રઆરી- ૨૦૨૨માં તૈયાર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઈન્ડો પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક’ તે પરંપરાગત ટ્રેડ એગ્રીમેન્ટ નહીં હોય પરંતુ તે દ્વારા વ્યાપારી નીતિઓ, સપ્લાઈ ચેઈન, ઈન્ફ્રાસ્ટ્રકચર અને કાર્બન ઉત્સર્જન જેવા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ઉપરાંત ટેક્સ અને એન્ટી-કરપ્શન જેવી બાબતો ઉપર પણ ધ્યાન અપાશે.

અમેરિકા ફરીથી જાપાન, ભારત અને દક્ષિણ કોરિયા જેવા મિત્ર દેશો વચ્ચે પોતાની પ્રતિષ્ઠા ફરી મજબૂત કરવા માંગે છે
આ અંગે જાણકારોનું કહેવું છે કે, આ દ્વારા અમેરિકા ફરીથી જાપાન, ભારત અને દક્ષિણ કોરિયા જેવા મિત્ર દેશો વચ્ચે પોતાની પ્રતિષ્ઠા ફરી મજબૂત કરવા માંગે છે.
વાસ્તવમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ પાછી ખેંચવામાં આવી હતી. આ પછી અમેરિકાના એશિયાઈ દેશો સાથે તાલમેલ ઘટી ગયો હતો. બીજી તરફ ચીન સતત આક્રમક રહ્યું છે. અને તેની ‘ઈકોનોમિક વોર’થી અમેરિકા ચિંતિત છે. તેને પરાસ્ત કરવા આ ફ્રેમવર્ક તૈયાર કરાયું છે. સહજ છે કે તે ફ્રેમવર્કમાં ચીન જોડાયું નથી. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, મોંગોલિયા, સિંગાપુર અને તૈવાન તેમાં જોડાયા છે, ભારત પણ તેમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.
READ ALSO
- સામે આવી ઉડવાવાળી હોટેલની ડિઝાઈન, લેન્ડ કર્યા વિના મહિના સુધી હવામાં ભરશે ઉડાન! આ પ્રકારની હશે સુવિધા
- Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ
- વાસ્તુ ટિપ્સ/ કંગાળ કરી નાંખે છે ઘરમાં મુકેલી આ 5 વસ્તુઓ, આજે જ કાઢીને ફેંકી દો બહાર
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર
- એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ