GSTV
News ટોપ સ્ટોરી

અમેરિકામાં થયું અંધાધૂંધ ગોળીબાર, અધિકારી ઈજાગ્રસ્ત તો હુમલાવરને ઘટનાસ્થળે જ કર્યો ઠાર

અમેરિકાના ડેનવરમાં એક હથિયારધારી વ્યક્તિએ ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી. ફાયરીંગની આ ઘટના દરમિયાન એક અધિકારી ને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. ગઈકાલે પોલીસ તરફથી આ અંગે માહિતી મળી હતી. મળતી માહિતી મુજબ લેકવુડ પોલીસે જણાવ્યું હતું કે, અધિકારીઓ અને શંકાસ્પદ વ્યક્તિ વચ્ચે સોમવારે થયેલા ગોળીબારમાં હુમલાવર પણ માર્યો ગયો હતો. ઘાયલ અધિકારીની સ્થિતિ હાલ એકદમ સામાન્ય છે.

આ પહેલા પણ અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે :

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, અગાઉ પણ અમેરિકામાં ફાયરિંગના આવા અહેવાલો આવ્યા છે. આ પહેલા પણ દેશના ઘણા વિસ્તારોમાં ફાયરિંગના કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. અહેવાલો પરથી મળતી માહિતી મુજબ અમેરિકામાં કોરોના મહામારીની શરૂઆતમાં બંદૂકના વેચાણમાં પણ નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. યુ.એસ. માટે ૨૦૨૦ અત્યાર સુધીનું સૌથી હિંસક વર્ષ રહ્યું છે.

ટેક્સાસમાં પણ અનેકવાર બની ચુકી છે ફાયરિંગની ઘટના :

અગાઉ ટેક્સાસની એક શાળામાં અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ શૂટિંગ આર્લિંગ્ટનની ટિમ્બરવ્યુ હાઈસ્કૂલમાં થઇ હતી. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ગોળી લાગવાની ઘટનાના કારણે કમ સે કમ ત્રણ લોકોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમેરિકામાં ઓમીક્રોનનો ખતરો :

બીજી તરફ અમેરિકામાં કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટમાંથી સંક્રમણના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ક્રમમાં રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને કોરોનાની વેક્સીન લેવા માટે આગ્રહ કર્યો છે. ‘ઓમીક્રોને આપણા બધાને ચિંતા કરવી જોઈએ પણ ગભરાશો નહીં.’ બાઈડને કહ્યું, ‘જો તમે વેકસીનના બંને ડોઝ લીધો હોય તો તમે સુરક્ષિત છો અને જો તમે વેક્સીન લીધી નથી તો ઓમીક્રોનથી સંક્રમણ લાગવાનું સંપૂર્ણ જોખમ છે.’ તેમણે કહ્યું કે, જે લોકો વેક્સીન લેતા નથી તેમને તે ગંભીર રીતે ચેપ લગાવી રહ્યું છે.’ માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે અને તેની સામે લડી રહ્યા છે. હાલ કોરોનાનું ઓમીક્રોન વેરિએન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

Read Also

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી

Hardik Hingu

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk
GSTV