GSTV

વીજબીલ વધારે આવતું હોય તો સરકારની આ યોજનાનો લાભ લો, 100 રૂપિયા આવશે જ લાઈટબિલ

વીજળી

જો તમે વીજળીના તોતિંગ બિલથી પરેશાન હોવ તો તમારા માટે એક જોરદાર સ્કીમ છે. આ સ્કીમમાં 100 યુનિટ સુધી વીજળી બિલ ખૂબ જ ઓછુ આવે છે. જો કે 100 યુનિટથી વધુનો વપરાશ કરવા પર વીજળીના ભાવ વધી જાય છે. મધ્ય પ્રદેશ સરકારે ઇંદિરા ગૃહ જ્યોતિ યોજના (Indira Grah Jyoti Yojana) લોન્ચ કરી હતી. સરકારે હવે આ યોજનામાં કેટલાક ફેરફાર કર્યા છે. જેથી વીજળીના બિલમાં ઘટાડો થઇ ગયો છે. તેનાથી ઉપભોક્તાઓ અને સરકાર બંનેને ફાયદો થઇ રહ્યો છે. 

100 યુનિટથી વધુ વીજળી ખર્ચ કરવા પર ચુકવવા પડશે આટલા રૂપિયા

વીજબિલ

મધ્ય પ્રદેશ વીજળી બિલ બોર્ડ અનુસાર, ઇંદિરા ગૃહ જ્યોતિ યોજનામાં 100 યુનિટ સુધી વીજળી ખર્ચ કરનાર પરિવારે 100 રૂપિયા જ ચુકવવા પડશે. જ્યારે 150 યુનિટ વીજળી ખર્ચ કરવા પર વીજળીનું બિલ વધીને 384 રૂપિયા થઇ જશે. સાથે જ જો 151 યુનિટ વીજળી ખર્ચ કરો તો ગ્રાહક આ યોજનામાંથી બહાર થઇ જશે.

ઈલેક્ટ્રીસીટી

જણાવી દઇએ કે પહેલા આ યોજનામાં 100 યુનિટ વીજળી ખર્ચ થવા પર 634 રૂપિયા ચુકવવા પડતા હતા. જ્યારે 150 યુનિટ વીજળીનું બિલ 918 રૂપિયા હતું. યોજના લાગુ થવા પર સરકાર તેમાં 534 રૂપિયાની સબસિડી આપે છે. એટલે કે જો તમે 100 યુનિટ વીજળી ખર્ચ કરો તો તમારે ફક્ત 100 રૂપિયા જ ચુકવવા પડશે. ઇંદીરા ગૃહ જ્યોતિ યોજના અંતર્ગત જે વીજળીનું બિલ આવે છે, તેનું પેપર અલગ કલરનું હોય છે.

Read Also

Related posts

તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !

Dilip Patel

કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની આતંકીઓએ કરી હત્યા, સરપંચને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા

Pravin Makwana

આવકવેરા સંબંધિત બિલને સંસદની મંજૂરી મળી, અનેક લાભો આપવામા આવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!