GSTV

હવાઈ મુસાફરી કરતા પહેલા આ ખબર વાંચી લેજો, ચેક ઈન પર વસૂલવામાં આવશે આજથી 100 રૂપિયા ચાર્જ

વિમાન સેવા કંપની ઈંડિગો શનિવારથી એરપોર્ટમાં કાઉંટર પર ચેક ઈન કરાવવા માટે ઈચ્છુક યાત્રિઓ પાસેથી 100 રૂપિયા ચાર્જ વસૂલશે. કંપનીએ એક નિવેદનમાં આ પ્રકારની જાણકારી આપી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઉડ્ડયન મંત્રાલયે મે મહિનામાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને વેબ ચેક ઈન ફરજિયાત કર્યુ હતું. જેથી એરપોર્ટ પર લોકોને કોઈ પણ વસ્તુને ટચ કરવાનું રહે નહીં.

ત્યારે હવે એરલાઈન્સ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, ઈંડિગોએ એરપોર્ટ પર ચેક ઈન કરાવનારા લોકો પાસેથી 100 રૂપિયા ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. સરકારના દિશા-નિર્દેશોને ધ્યાને રાખીને અમે યાત્રિઓને વેબસાઈટ અને મોબાઈલ પર ચેક ઈન કરાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. હવાઈ અડ્ડા પર ચેક ઈન કરાવવા પર 17 ઓક્ટોબર 2020થી 100 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.

READ ALSO

Related posts

Ludo trailer: કોમેડીથી ભરપૂર ‘લૂડો’નું ટ્રેલર રિલીઝ, પંકજ ત્રિપાઠીનો આવો અંદાજ પહેલા નહી જોયો હોય

Bansari

ક્રિકેટ જગતનો એક ખેલાડી જે મેદાન પર આવે એટલે મનોરંજનની 100 ટકા ગેરન્ટી!

Ankita Trada

IPL/ હાર બાદ પણ ધોનીએ હાંસેલ કરી ખાસ ઉપલબ્ધી, બન્યો IPLમાં 200 મેચ રમનાર બન્યો પહેલો ખેલાડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!