GSTV
Home » News » ઓછી કિંમતમાં મળશે આ એરલાઈન્સની બિઝનેસ ક્લાસની સીટો, જલ્દીથી કરાવો બુક

ઓછી કિંમતમાં મળશે આ એરલાઈન્સની બિઝનેસ ક્લાસની સીટો, જલ્દીથી કરાવો બુક

લૉ કોસ્ટ વિમાન કંપની ઈન્ડિગો એરલાઈન્સ ટૂંક સમયમાં જ હવાઈ મુસાફરોને સૌથી સસ્તા દરે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાની તક આપશે. કંપનીની યોજના છેકે, યુરોપ અને એશિયાની મુસાફરી કરતાં લોકોને ઓછા ખર્ચમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાની તક મળે. હાલ કંપની તેની ઉપર કાર્ય કરી રહી છે, જેની ઉપર આગામી 6 મહિનામાં અમલ મૂકાશે. એરલાઈન લાંબા રૂટના ઉડાણોનાં નેટવર્ક ઉપર ધ્યાન આપી રહી છે.

ઈન્ડિગોના સીઈઓ રૉનોજૉય દત્તાએ પાછલા સપ્તાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુકે, 6 મહિનાની અંદર યુરોપની વન-સ્ટોપ ઉડાન શરૂ કરશે. હાલ ઈન્ડિગો 18 ઈન્ટરનેશનલ રૂટ્સ ઉપર ઉડાન સંચાલન કરી રહી છે. જેમાં ઈસ્તંબૂલની ઉડાનનો પણ સમાવેશ થાય છે. ઈન્ડિગોનાં પ્લાન મુજબ 6થી 10 કલાક કે તેનાથી વધુની મુસાફરી કરનારા મુસાફરોને બિઝનેસ ક્લાસમાં અન્ય સુવિધાઓ પણ મળશે.

જેમાં મુસાફરોને વધુવાર ખાવાનું, વેલકમ ડ્રીંક અને આલ્કોહોલ ડ્રીંક આપવામાં આવશે. એરલાઈન યાત્રીઓના થાક ઉપર કામ કરવા માંગે છે. કારણકે લાંબારૂટમાં બેઠા બેઠા યાત્રીઓ કંટાળી જાય છે. તેના માટે નવી ડિઝાઈન તૈયાર કરાઈ રહી છે. કંપની વિશ્વનાં ઘણા શહેરો માટે દિલ્હીથી નોનસ્ટોપ અને વન સ્ટોપ ફ્લાઈટ શરૂ કરવા માંગે છે. જેમાં લંડન, ચીન, વિયેતનામ, મ્યાંમાર અને રશિયાનો સમાવેશ થાય છે. એવામાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરનારાઓને અનેક સુવિધાઓ આપવામાં આવશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!