GSTV
Home » News » 999 રૂપિયામાં કરો હવાઇ યાત્રા, 10 લાખ સીટો પર આ કંપની આપી રહી છે ઑફર

999 રૂપિયામાં કરો હવાઇ યાત્રા, 10 લાખ સીટો પર આ કંપની આપી રહી છે ઑફર

એર લાઈન કંપની ઈંડિગો અને ગો એર કંપનીએ ખાસ ઓફર હેઠળ આગામી 6 માસ સુધી 10 લાખ જેટલી એર ટિકિટ સસ્તા દરે આપવાની જાહેરાત કરી છે. જેમાં ઈંડિગો એર લાઈનની 3 થી 6 સપ્ટે. સુધી આ ટિકિટ 18 સપ્ટેમ્બરથી 31 માર્ચ સુધી ટિકિટ બુક કરી શકાશે. આ ટિકિટ 999 રુપિયા પ્રતિ માસથી શરુ થશે.

જે માટે કંપનીનાં 59 સ્થાનો પૈકી કોઈ પણ કેરિયર પર ટિકિટ બુક થઈ શકશે. તો ગો એરની ટિકિટ 1099 રુપિયા પ્રતિ માસ 3 થી 5 સપ્ટેમ્બર સુધી બુક કરી શકાશે. જેનો લાભ પણ સપ્ટેમ્બરથી માર્ચ સુધી મળવાપાત્ર છે. આ સમયગાળો ટુરિઝમ માટે મુખ્યત્વે ઠંડો છે.

જેમાં દીવાળી વકેશન બાદ કરતાં કોઈ મેજર ટુરિઝમ ટ્રાફિક હોતો નથી. અને જેમાં હનીમુન ડેસ્ટિનેશન પ્લેસ જેવાં કે હિમાચલ અને ગોવા તથા કાશ્મીર પણ ભારે બરફવર્ષા અને વિષમ હવામાનને લીધે વિઝિટ કરી શકાતા નથી. તેને લીધે જ મુખ્યત્વે કંપની પોતાનાં કર્મચારીઓને રિવોર્ડ ટુર આ સમયગાળામાં જ કરાવે છે. જો તમે પૈસાની બચત અને ભીડભાડથી બચવાં માંગતા હો તો આ ઓફર તમારા માટે જ છે.

Related posts

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!