GSTV
Home » News » ટેક્નિકલ ખામીને કારણે ઇન્ડિગોની ફ્લાઇટનું ગોવામાં ઇમરજન્સી લેન્ડિંગ, તેમાં સવાર છે ગુજરાતનાં યુવાનો

ટેક્નિકલ ખામીને કારણે ઇન્ડિગોની ફ્લાઇટનું ગોવામાં ઇમરજન્સી લેન્ડિંગ, તેમાં સવાર છે ગુજરાતનાં યુવાનો

ગોવાથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના સર્જાઈ. જોકે તેમાં સવાર 180 યાત્રીઓનો આબાદ બચાવ થયો છે. સોમવારની આ ઘટના છે. ગોવાથી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર- 6ઈ162 ગોવાથી ઉડાન ભરી. બાદમાં 30 મિનિટમાં જ હવામાં એન્જીનમાં બ્લાસ્ટ થયો. અને એક એન્જીન ફેલ થઈ ગયું. ત્યારે તમામના જીવ પડીકે બંધાઈ ગયા હતા. પાયલોટે સમયસૂચકતા વાપરીને બીજા એન્જીન થકી સફળ લેન્ડિંગ કરતાં ફ્લાઈટમાં સવાર તમામ 180 યાત્રીઓનો આબાદ બચાવ થયો. આ ફ્લાઈટમાં ઊંઝાના પાંચ યુવાનો પણ હતા.

એરપોર્ટ ઓથોરિટીનાં વરિષ્ઠ અધિકારીએ જણાંવ્યું હતું કે, વિમાનને અહિંથી 40 કિમી દુર દાબોલીમ એરપોર્ટ પર સાંજે અદાજીત 4.45 વાગ્યે સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું.

હવાઇમથકનાં ડાયરેક્ટર ગગન મિલેક જણાંવ્યું કે, દાબોલિમ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. તેથી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તેમણે જણાંવ્યું કે, વિમાનમાં અંદાજીત 180 મુસાફરો સવાર હતાં.

READ ALSO

Related posts

ગુજરાત ભાજપના ધારાસભ્યએ જ શિક્ષણની પોલ ખોલી નાખી ‘લોકોને હવે સરકારી શિક્ષણ પર વિશ્વાસ નથી રહ્યો’

Mayur

દુનિયાનું નામ વગરનું અનોખું રેલ્વે સ્ટેશન, કારણ છે અત્યંત રસપ્રદ!

pratik shah

ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના રૌનાહીમાં મુસ્લિમોને પાંચ એકર જમીનમાં મસ્જિદ આપવાની ઘોષણા કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!