GSTV
Home » News » ઉનાળુ વેકેશનમાં માત્ર 999 રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી,આ છે ટીકિટ બુકિંગ પ્રોસેસ

ઉનાળુ વેકેશનમાં માત્ર 999 રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી,આ છે ટીકિટ બુકિંગ પ્રોસેસ

લો કોસ્ટ એરલાઇન ઇન્ડિગોએ(IndiGo) ઉનાળાની રજાઓમાં ફરવા જતા લોકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ ડોમેસ્ટીક રૂટ્સની શરૂઆતની કિંમત માત્ર 999/- રૂપિયા છે. તેમજ ઇન્ટરનેશનલ રૂટ્સનાં ટીકિટ દર માત્ર 3499/- રૂપિયાથી શરૂ થાય છે. સસ્તા ભાડા સિવાય એરલાઇન પ્રિ-પેઇડ એક્સેસ બેગ્સ તથા પ્રી-પેઇડ એક્સેસ ચેક ઇન સેવા પર 30% સુધીની છુટ આપવામાં આવે છે.આ સિવાય મોબીક્વિકમાંથી ટીકિટ બુકિંગ કરીએ તો 1,000 રૂપિયા કેશબેક મળે છે. આ ઓફર નોન-ટ્રાન્સફરેબલ છે. ગૃપ બુકિંગ પર પણ આ લાગુ કરવામાં નહિં આવે.

ક્યારે ટીકિટ બુક કરશો ?

લો કોસ્ટ ટીકિટ તારીખ 14થી 16 મે વચ્ચે બુક કરવામાં આવશે. સેલમાં ઘરેલૂ રૂટ્સ પર 999 રૂપિયા ભાડુ અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર 3,499 રૂપિયાથી શરૂઆત થાય છે. આ સ્કિમ માટે દસ લાખ બેઠકો ખાલી રાખવામાં આવી છે. તેમજ 29 મેથી 28 સપ્ટેમ્બર સુધીની મુસાફરી માટે ટીકિટ બુક કરાવી શકાય છે.

આ સિવાય,ડિઝીબૈન્ક ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરો તો 10% ફ્લૈટ ડિસ્કાઉન્ટ મળશે. તેના માટે ઓછામાં ઓછું 4,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે. મોબીક્વિક વોલેટથી ચુકવણી કરીએ તો 1,000 રૂપિયા સુધીનું કૈશબેક મળશે. તમે ઇચ્છો તો www.goindigo.in સાઇટ પર જઇને બુકિંગ કરી શકો છો.

READ ALSO

Related posts

અરામકો પ્લાન્ટ પર હુમલાથી 50% ઉત્પાદન ઘટ્યુ: ભારતમાં મંદીનો માર બેવડાશે, જાણો કેમ

Riyaz Parmar

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!