GSTV
Cricket Sports Trending

ખેલો ઈન્ડિયા- 2021માં સામેલ થયા આ સ્વદેશી ખેલો, જાણો વિગતે…

ખેલ મંત્રાલયે ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2021માં ચાર દેશી રમતોના સમાવેશને મંજૂરી આપી દીધી છે. આ રમતો છે – ગતકા, કલરીપાયટટુ, થાંગ-તા અને મલ્લખમ્ભ. ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સનું આયોજન હરિયાણાના પંચકુલામાં થવાનું છે. કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું કે, ‘ભારતને દેશી રમતગમતનો એક સમૃદ્ધ વારસો છે અને આ રમતોની જાળવણી કરવી, પ્રોત્સાહન આપવું અને લોકપ્રિય કરવું એ રમત મંત્રાલયની પ્રાથમિકતા છે.’

રમતોના એથલીટ ભાગ લઈ શકે

તેમણે કહ્યું, ‘ખેલા ઈન્ડિયા ગેમ્સ કરતાં વધુ સારું પ્લેટફોર્મ ક્યાંય નથી, જ્યાં આ રમતોના એથલીટ ભાગ લઈ શકે. મને આ ઘોષણા કરતા અત્યંત આનંદ થાય છે કે યોગાસનની સાથે સાથે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021માં ચાર દેશી રમતોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.’ કલરીપાયટટુએ એક ભારતીય માર્શલ આર્ટ છે, જેનું મૂળ આધુનિક કેરળમાં છે અને તે વિશ્વભરમાં રમાય છે. સ્વદેશી રમત મલ્લખમ્ભ એક પરંપરાગત રમત છે જેમાં એક જિમ્નાસ્ટ એરિયલ યોગ કરે છે. તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અત્યંત લોકપ્રિય છે.

પરંપરાગત માર્શલ આર્ટ સ્વરૂપ

ગતકાએ શસ્ત્રો પર પંજાબનું પરંપરાગત માર્શલ આર્ટ સ્વરૂપ છે. આત્મરક્ષણની સાથે સાથે તેનો ઉપયોગ રમતમાં પણ કરવામાં આવે છે. થાંગા-તા પણ માર્શલ આર્ટનું એક ભારતીય સ્વરૂપ છે, જે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ઉત્પન્ન થયું છે. થાંગા-તા માર્શલ આર્ટ્સના હ્યુયેન લેંગ્લોન રૂપનું સશસ્ત્ર લડાઇ ઘટક છે.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV