GSTV

ભારતીય બેટ્સમેનોનાં પ્રદર્શનથી આ ખેલાડી ખફા !

Last Updated on September 2, 2018 by Bansari

ઈંગ્લેંડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો ધબડકો થતાં હરભજન સિંઘ નારાજ થયો છે. એક અખબાર સાથે વાતચીત કરતાં તે જણાવે છે કે એક તબક્કે ભારતે મેચ પર પકડ બનાવી લીધાં પછી જે રીતે 53 રનનાં ગાળામાં 6 વિકેટ્સ ગુમાવી તે જોઈ હું ખુબ જ નિરાશ થયો છુ. અને તે પણ મોઈન અલિ સામે!

મોઈન અલિની બોલિંગનાં જો કે વખાણ કરવાં પડે કારણ તેણે પીચની રફસાઈડનો બરાબર ઉપયોગ કર્યો હતો. અને 5 વિકેટ મેળવી હતી. મોઈન અલિને એક સ્પેશયલિસ્ટ સ્પિનર તરીકે કોઈ જોતું નથી. માટે જ કેપ્ટન જો રુટે પ્રથમ ટેસ્ટમાં તેને સ્થાને આદિલ રશીદને સમાવ્યો હતો. તેમજ મોઈન અલિ હાલ કોંફિડેંટ નથી તેમ ભુતપુર્વ સ્પિનર ગ્રીમ સ્વાન પણ કહી ચુક્યો છે. તો જે રીતે અશ્વિન અને હાર્દિક પંડયા એ જે રીતે વિકેટ ગુમાવી તે બાબત ખુબ જ નિરાશાજનક છે.

તેઓ પોતે પણ પોતાનાં શોટ સિલેક્શનથી ખુબ જ નિરાશ થયાં હશે. પુજારાને એક છેડે હતો ત્યારે તેને કોઈ સાથની જરુર હતી ત્યારે કોઈ પણ વ્યાક્તિ એ સામાં છેડે રહી તેને સાથ આપવો જોઈતો હતો. પણ તેમ ન થતાં ભારતીય ટીમ વધુ લીડ લઈ શકી ન હતી. તો ભારતીય ટીમે મેચ પર પકડ ગુમાવી હતી. જોઈએ હવે ભારતીય પેસ બોલર પર છે.

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!