ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રમાયેલી વન-ડે સિરીઝની છેલ્લી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ અને ભારતીય ટીમે સાઉથ આફ્રિકાએ આપેલા 288 રનના ટાર્ગેટનો પીછો કર્યો પરંતુ, આ છેલ્લી વન-ડેમાં પણ ભારતીય ટીમ સફળતાનો સ્વાદ ચાખી શકી નહિ અને છેલ્લી ઓવરમાં 4 કારમી હારનો સામનો કર્યો હતો, જે ખુબ જ શરમજનક બાબત છે.

ટીમ ઈન્ડિયાએ પાંચમી ઓવરમાં કેપ્ટન કેએલ રાહુલ (9)ની વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યારથી વિરાટ કોહલી અને શિખર ધવને ઈનિંગને મેનેજ કરી 98 રનની ભાગીદારી કરી છે.બંનેએ અડધી સદી ફટકારી હતી પરંતુ, મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. આ બંને ખેલાડીઓ આઉટ થતાં જ ભારતીય ઈનિંગ લથડી ગઈ હતી અને હાલ ઇનિંગ ક્લીન સ્વીપ થઇ.

દક્ષિણ આફ્રિકાએ ભારતનો સફાયો કરી નાખ્યો છે. ભારતને છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી, પરંતુ હાથમાં માત્ર એક જ વિકેટ પડી હતી. ડ્વેન પ્રેટોરિયસની ઓવરના પહેલા જ બોલ પર મશહૂર ક્રિશ્નાએ એક રન લીધો હતો, પરંતુ તેના પછીના જ બોલ પર ચહલે પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો અને તે સફળ થયો નહિ. બોલ ઓફ સાઈડ પર હવામાં ઉપર ગયો હતો અને ડેવિડ મિલરે કેચ પકડીને ભારતની ઈનિંગનો અંત આણ્યો હતો અને જીત પણ આંચકી લીધી હતી.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં