GSTV
Home » News » ભારતે એક એવા કેસમાં જીત મેળવી છે જેમાં પાકિસ્તાનને પણ આપવા પડશે કરોડો રૂપિયા

ભારતે એક એવા કેસમાં જીત મેળવી છે જેમાં પાકિસ્તાનને પણ આપવા પડશે કરોડો રૂપિયા

હૈદરાબાદના નિઝામના પૈસા પર માલિકીહક મામલે છેલ્લા 70 વર્ષથી ચાલી રહેલા કેસમાં આખરે ભારતની જીત થઇ છે. લંડનની એક બેંકમાં છેલ્લા 7 દાયકાથી અંદાજે 100 કરોડ રૂપિયા ફસાયેલા હતા. પરંતુ મામલાનો ફેંસલો ભારતના પક્ષમાં આવતા ભારતને આ રકમ મળી શકશે. કોર્ટના નિર્ણયને કારણે બ્રિટન સ્થિત ભારતીય દુતાવાસને તેમના હિસ્સા તરીકે લાખો પાઉન્ડ મળ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાને પણ ભારતને 26 કરોડ રૂપિયા આપવા પડશે. આ રકમ ભારત દ્વારા આ કેસને લડવામાં ખર્ચાયેલી રકમના 65 ટકા જેટલી છે.

બ્રિટનમાં ભારતીય દુતાવાસને અંદાજે 35 મિલિયન પાઉન્ડ એટલે કે 325 કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમ 20 સપ્ટેમ્બર 1948થી નેશનલ વેસ્ટમિન્સ્ટર બેંક એકાઉન્ટમાં ફસાયેલી હતી. પાકિસ્તાને પણ આ રકમ પર દાવો કર્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં હાઇકોર્ટે ભારત અને હૈદરાબાદના 8માં નિઝામ મુકર્રમ શાહના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. મુકર્રમ અને તેમના નાના ભાઇ મુફ્ફખમ જાહ પાકિસ્તાન વિરૂદ્ધ લંડન હાઇકોર્ટમાં છેલ્લા 6 વર્ષથી આ કેસ લડી રહ્યા છે. મહત્વનું છે કે બેંકે પહેલા જ આ પૈસા કોર્ટને ટ્રાન્સફર કરી દીધા હતા.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!