GSTV

કોરોનાએ કડાકો બોલાવ્યો : ભારતના બે મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કુલ 42,381 કરોડનો ઘટાડો

કોરોના વાયરસ દિવસે દિવસે ખતરનાક થતો જાય છે. ચીનમાં મૃત્યુ આંક 2800ને પાર પહોંચી ગયો હતો. ચીન પછી સૌથી વધુ પ્રભાવિત દેશ ઈરાન બની ગયો છે. ઈરાનમાં મૃત્યુ આંક 34 થયો હતો અને નવા 388 કેસ નોંધાયા હતા. ખુદ ઉપરાષ્ટ્રપતિ પણ કોરોનામાં સપડાયા હોવાનું સામે આવ્યું હતું. સાઉથ કોરિયામાં નવા 315 કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 2337 થઈ હતી. વિશ્વભરમાં કોરોનાના 83,000 કેસ નોંધાઈ ચૂક્યા છે. ચીનમાં મૃત્યુ આંક 2800ને પાર પહોંચી ગયો છે. ચીનમાં લગભગ કોરોનાના 78,000 ઉપર દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે.

કોરોનાની ચુંગાલમાં આવેલા દેશો

સિંગાપોરમાં 96, થાઈલેન્ડમાં 40, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં 23, યુએઈમાં 19, બ્રિટનમાં 15 કોરોનાની ચુંગાલમાં આવી ચૂક્યા છે. જાપાનમાં પણ કોરોના ઝડપભેર ફેલાતો હોવાથી વડાપ્રધાને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જાપાનમાં એક હજાર કેસ દર્જ થઈ ચૂક્યા હોવાથી સમયસર સાવધાનીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.દરમિયાન અમેરિકાના ગુપ્તચર એજન્સીઓ કોરોનાના ફેલાવા ઉપર ખાસ નજર રાખી રહી છે. વિવિધ ઉપકરણો અને અહેવાલોના આધારે અમેરિકી ગુપ્તચર વિભાગે દુનિયાભરની સરકારોની કામગીરી ઉપર વોચ ગોઠવી છે. ચીનના સરહદી પાડોશી દેશો- ખાસ તો ભારત કોરોના સામે કેવી રીતે લડે છે એના ઉપર અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ખાસ નજર છે.

57 દેશોમાં કોરોનાનો હાહાકાર, પર્યટન સહિતના અનેક સેક્ટર ઠપ

કોરોના વાઇરસથી આરોગ્ય કટોકટીની સાથે નાણાકીય કટોકટી પણ સર્જાઇ છે. કોરોનાને કારણે નાણાકીય બજારો ધ્વસ્ત થઇ ગયા છે તો બીજી બાજુ દુકાનો અને બિઝનેસ ઠપ થઇ ગયા છે. બેરાલુસ, લિથુનિયા, ન્યૂઝીલેન્ડ, નાઇજિરિયા, અજેરબેજાન, નેધરલેન્ડમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળતા આ વાઇરસથી પીડિત દેશોની સંખ્યા વધીને 57 થઇ ગઇ છે. ગયા વર્ષે આવેલા પૂર અને આ વર્ષે કોરોનાને કારણે ઇટાલીના પ્રવાસન ઉદ્યોગને જોરદાર ફટકો પડયો છે.

મુકેશ અંબાણીના 36000 કરોડ, કુમાર મંગલમ બિરલાના 6,381 કરોડ રૂપિયાનું ધોવાણ

કોરોના વાયરસના કારણે ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિને ભારે મોટું નુકસાન પહોંચ્યું છે અને તેમની સંપત્તિમાં પાંચ અબજ ડોલર (36,067 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. તેમાં સૌથી વધુ નુકસાન છેલ્લા પખવાડિયા દરમિયાન થયું છે અને શેર બજારમાં 11 દિવસમાં આરઆઈએલને આશરે 54,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે આદિત્ય બિરલા ગુ્રપના કુમાર મંગલમ બિરલાની 84.4 કરોડ ડોલર (6,381 કરોડ રૂપિયા)ની સંપત્તિ, આઈટી દિગ્ગજ અઝીમ પ્રેમજીની 86.9 કરોડ ડોલર (6,273 કરોડ રૂપિયા)ની સંપત્તિ અને અદાણી ગુ્રપના ગૌતમ અદાણીની 49.6 કરોડ ડોલર (3,580 કરોડ રૂપિયા)ની સંપત્તિ ઘટી ગઈ છે.

તામિલનાડુમાં કોરોનાની અફવા ફેલાવનાર યુવકની ધરપકડ

તામિલનાડૂના કુડ્ડુરમાં ચિકનમાં કોરોનાવાયરસ છે, તેવી અફવા ફેલાવનારની પોલીસે ધરપકડ કરી હતી.મિત્રે મફતમાં ચિકન નહીં આપતા નેયવેલીના 18 વર્ષના એક યુવાને વેરભાવથી પ્રેરાઇ આ કૃત્ય કર્યું હતું.જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી વિડીયો સંદેશ જારી કરી આ માત્ર અફવા જ હતી. મળતી માહિતી મુજબ આ યુવાનને અનેક વખતે સુપર બજારમાં આવેલી મિત્રની દુકાનેથી મફતમાં ચિકન મટન મળતું હતું. પરંતુ તાજેતરમાં દુકાનદાર ફખરૂદ્દીન અલી અહેમદે તેને મફતમાં ચિકન મટન આપવા ઇનકાર કર્યો હતો. ત્યાર પછી એણે આખી યોજના ઘડી કાઢી હતી અને એવી ખોટી વાત કહી હતી કે મારો મિત્ર ચિકન ખાતા માંદો પડતા હું તેને નેયલી લિગનાઇટ કોર્પો.ની હોસ્પિટલે લઅ ગયો હતો. એણે મેસેજમાં એમ પણ લખ્યું હતું કે મેં અના મારા મિત્રે શાહાના ચિકન સેન્ટરમાંથી મટન ખરીદ્યું હતું અને તેને ખાતા અમે માંદા પડયા હતા. મેસેજમાં તેણે એમ પણ કહ્યું હતું કે કુડ્ડુલુર હોસ્પિટલમાંથી અમને જરાય મદદ નહીં મળતા હું તેને પુડ્ડુચેરી જનરલ હોસ્પિટલમાં લઇ ગયો હતો.

ચીનમાં ચેપી માંસાહારી ખોરાક પર પ્રતિબંધ

ચીનમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ ઓસરવાનું નામ નથી લઈ રહ્યો અને નવા 44 લોકોના મોત સાથે મૃતકઆંક 2,788ના આંકડાને પાર કરી ગયો છે. આ તરફ શેનઝેન પ્રાંતમાં કૂતરા-બિલાડીનું માંસ ખાવા પર પ્રતિબંધ મુકાયો છે. વૈજ્ઞાનિકોએ જાનવરોના કારણે વાયરસ માણસમાં ફેલાયો હોવાનું તારણ કાઢ્યું હતું જેથી ચીનના વિવિધ વિસ્તારોમાં ભોજનમાં જાનવરોના ઉપયોગ અંગે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. ચીનના શેનઝેન પ્રાંતમાં લોકો પર કૂતરા-બિલાડીનો ભોજનમાં ઉપયોગ કરવાને લઈ પ્રતિબંધ મુકાયો છે. ભવિષ્યમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે કે નહીં તે હજુ અસ્પષ્ટ છે.

READ ALSO

Related posts

વિશ્વમાં કોરોનાનો સૌથી પહેલો ચેપ લાગ્યો હતો આ મહિલાને, જાણો એનું શું થયું જીવે છે કે મરી ગઈ

pratik shah

મેરઠમાં એક જ પરિવારનાં 13 લોકોને થયો કોરોના, 35ના રિપોર્ટ આવવાનો બાકી

Karan

હરભજનસિંહનું Corona વાયરસને કારણે થઈ ગયું મોત, પંજાબમાં મોતનો આંક 2એ પહોંચ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!