GSTV

ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલને યુએસ ઓપનમાં સીધી એન્ટ્રી

સુમિત

કોરોના વાયરસને કારણે આ વખતે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓએ નામ પરત ખેંચી લીધા છે. જેમાં રફેલ નડાલ અને એશ્લે બાર્ટી મુખ્ય છે. આમ થતાં તેનો સીધો ફાયદો ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલને થયો છે. તેને આ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં સીધો જ પ્રવેશ મળી ગયો છે. આમ સુમિતે આ વર્ષે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રમવું પડશે નહીં.

યુએસ ઓપનમાં આ વખતે એટીપી ક્રમાંકમાં 128મા સુધીના ક્રમે રહેલા ખેલાડીઓને સીધી એન્ટ્રી મળી ગઈ છે. સુમિત નાગલ હાલમાં 127મા ક્રમે છે. 22 વર્ષીય નાગલ આ રીતે યુએસ ઓપનમાં સીધી એન્ટ્રી મેળવનારો પ્રથમ ભારતીય છે.

નાગલ 2019માં પણ આ ટુર્નામેન્ટમાં રમ્યો હતો પરંતુ તે અગાઉ તેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રમવું પડ્યું હતું અને ત્યાં જીત્યા બાદ તેને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ વખતે તેનો મુકાબલો સ્વિસ ખેલાડી અને વિશ્વના સૌથી સફળ ખેલાડી રોજર ફેડરર સામે થયો હતો જયાં તેણે સંઘર્ષ કર્યો હતો અને તેની રમતની પ્રશંસા થઈ હતી. જોકે તેનો પરાજય થયો હતો પરંતુ તેની રમતની તમામે પ્રશંસા કરી હતી. તેણે ફેડરર સામે એક સેટ જીત્યો પણ હતો.

2020માં કોરોનાની અસરને કારણે ઘણા ખેલાડી રમવાના નથી જેમાં રફેલ નડાલ ઉપરાંત રોજર ફેડરરનો પણ સમાવેશ થાય છે. ફેડરરે તો ઘણા સમય અગાઉ જાહેર કરી દીધું હતું કે તે હવે કમસે કમ 2020ના વર્ષમાં તો કોઈ ટુર્નામેન્ટ રમવાનો નથી.

Read Also

Related posts

કાનપુર : 3 યુવતીની અજબ પ્રેમની ગજબ કહાની, ઘરે છોડીને થઈ ફરાર

Nilesh Jethva

કામના સમાચાર/ કેવી રીતે નક્કી થાય છે કે તમને કેટલી મળી શકે હોમલોન, આવી હોય છે બેંકોની લોન માટેનું ફોર્મ્યૂલા

Karan

BSNL એ ગ્રાહકોને આપી મોટી ભેટ, આ સ્પેશિયલ પ્લાનની સમયર્યાદા ડિસેમ્બર સુધી વધારાઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!