GSTV
Home » News » ભારતની વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક

ભારતની વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક

ભારતે વર્લ્ડ કપની ખરાખરીના જંગમાં પાકિસ્તાનને ૮૯ રનથી હરાવીને દેશના ક્રિકેટ ચાહકોને જ્યારે વર્લ્ડ કપમાં જીત્યા હોઈએ તેવી ઉજવણીનો અવસર આવ્યો હતો. ચાહકોનો બહોળો વર્ગ એવો છે કે જેઓએ એવું ઝનૂન ધરાવે છે કે, ભારત વર્લ્ડ કપમાં ચેમ્પિયન ના બને તો ચાલશે પણ પાકિસ્તાનને હરાવીએ તે પૂરતું છે.

અહીંનું ઓલ્ડટ્રેફર્ડ સ્ટેડિયમ ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજના રંગોથી રંગાઈ ગયું હતું. હજુ પૂરા દેશમાં ફેસ્ટિવલ જેવો માહોલ ભારત અને ઇંગ્લેન્ડમાં હતો. ક્રિકેટ ચાહકોએ મેઘરાજાનો આભાર માન્યો હતો કે તમામ હવામાન એજન્સીઓ અને તે માટેની એપ્સની આગાહી પ્રમણે આ મેચમાં વરસાદનું વિઘ્ન એ રીતે પડશે કે મેચ ધોવાઈ જશે અથવા ૨૦- ૨૦ ઓવરોની માંડ રમાઈ શકશે પણ તેવું કાંઈ જ ન બન્યું.

ભારતે આ સાથે પાકિસ્તાનને વર્લ્ડ કપના ઇતિહાસની તમામ મેચો હરાવવાનો રેકોર્ડ અકબંધ રાખ્યો હતો. ભારત આ સાથે વર્લ્ડ કપના સાતેય મુકાબલા જીત્યું છે. ભારતના આજના વિજયનો મહત્તમ શ્રેય રોહિત શર્માના ૧૧૩ બોલમાં ૧૪૦ અને કોહલના ૬૫ બોલમા ૭૭ તેમજ રાહુલ (૫૭)ની રોહિત શર્મા જોડેની ૨૩.૫ ઓવરોમાં ૧૩૬ રનની ઓપનિંગ ભાગીદારીને જાય છે. તે પછી રોહિત શર્મા અને કોહલી વચ્ચે ૯૮ રનની બીજી વિકેટની ભાગીદારી નોંધાતા ભારતે ૫૦ ઓવરોમાં પાંચ વિકેટે ૩૩૬ રનનો પડકારજનક સ્કોર ખડો કર્યો હતો.

પાકિસ્તાન તરફથી મોહમદ આમીરે ૧૦ ઓવરોમાં ૪૭ રન આપી ત્રણ વિકેટો કોહલી, હાર્દિક પંડયા (૨૬) અને ધોની (૧)ની ઝડપી હતી. તો ભારત ૩૬૦ જેટલો સ્કોર કરવાની ક્ષમતા અને મિજાજ ધરાવતું હતું. ૩૩૭ રનનો પડકાર પાકિસ્તાન માટે ઝીલવો આસાન નહતો જ તેમના ઓપનર ઇમામ ઉલ હક અને ફખર ઝમાને ૪.૪ ઓવરોમાં સ્કોર ૧૩ રને પહોંચાડયો હતો જયારે ભુવનેશ્વર કુમારનો ૨.૪ ઓવર બાદ પગનો સ્નાયુ ખેંચાઈ જતા તેને સ્થાને બાકીના બે બોલ નાખવા વિજય શંકરને સ્પેલ સોંપાયો અને તેના પહેલા જ બોલે ઇમામ લેગબિફોર થયો હતો. ફખર જમાન (૬૨) બાબર આઝમે (૪૮) બીજી વિકેટની ૧૦૪ રનની ભાગીદારી નોંધાવી.

૨૪મી ઓવરમાં આખરી બોલે આઝમ કુલદીપ યાદવે તેને બોલ્ડ કરતા ભારતે રાહતનો દમ લીધો હતો. પાકિસતાનની એવી યોજના હોઈ શકે કે વિકેટો સાચવી રાખી આખરી ૧૫ ઓવરોથી રનરેટ પર વધુ આક્રમકતાથી વધારવો પણ કુલદીપ યાદવ, હાર્દિક પંડયા અને વિજય શંકરે બે- બે વિકેટો પડતા પાકિસ્તાનનો ધબડકો કરી દીધો. ૧ વિકેટે ૧૧૭થી તેઓનો સ્કોર પાંચ વિકેટે ૧૨૯ રન ૨૭ ઓવરના અંતે થઈ ગયો હતો. સરફરાઝ (૧૨) અને વસીમે ૩૬ રન છઠ્ઠી વિકેટમાં ઉમેર્યા વિજય શંકરે સરફરાઝને બોલ્ડ કરતા ચમત્કારની પાકની આશા પર પાણી ફેરવી દીધું હતું.

૩૫ ઓવરોના અંતે ૬ વિકેટે ૧૬૬ રનના સ્કોરે ફરી વરસાદ પડતા મેચ અટકી હતી. તે પછી વરસાદના વિઘ્ન બાદ મેચ શરૃ થઈ ત્યારે પાકિસ્તાનનો ટાર્ગેટ ડકવર્થ લુઇસ પ્રમાણે ૪૦ ઓવરોમાં ૩૦૨ રનનો આવ્યો હતો એટલે બાકીની પાંચ ઓવરોની મેચમાં ૧૩૬ રન ! જે અશક્ય અને વરસાદી નિયમો હવે ફારસરૃપ છે તેની પ્રતીતિ કરાવતો હતો. પાકિસ્તાન ૪૦ ઓવરોના અંતે છ વિકેટે ૨૧૨ રન કર્યા.

ભારત

 રનબોલ
રાહુલ કો.બાબર બો.રિયાઝ૫૭૭૮
રોહિત કો.રિયાઝ બો.હસન૧૪૦૧૧૩૧૪
કોહલી કો.સરફરાઝ બો.આમેર૭૭૬૫
હાર્દિક કો.બાબર બો.આમેર૨૬૧૯
ધોની કો.સરફરાઝ બો.આમેર
શંકર અણનમ૧૫૧૫
જાધવ અણનમ
વધારાના (વાઈડ ૯, લેગબાય ૧,    
બાય ૧)૧૧   
કુલ ૫૦ ઓવરમાં પાંચ વિકેટે૩૩૬   

વિકેટનો ક્રમ :   ૧-૧૩૬ (રાહુલ, ૨૩.૫), ૨-૨૩૪ (રોહિત, ૩૮.૨), ૩-૨૮૫ (હાર્દિક, ૪૩.૫), ૪-૨૯૮ (ધોની, ૪૫.૧), ૫-૩૧૪ (કોહલી ૪૭.૪)

બોલિંગ : આમેર ૧૦-૧-૪૭-૩, હસન ૯-૦-૮૪-૧, રિયાઝ ૧૦-૦-૭૧-૧, વસીમ ૧૦-૦-૪૯-૦, શદબ ૯-૦-૬૧-૦, મલિક ૧-૦-૧૧-૦, હાફિઝ ૧-૦-૧૧-૦.

પાકિસ્તાન

 રનબોલ
ઈમામ એલબી બો.શંકર૧૮
ઝમાન કો.ચહલ બો.કુલદીપ૬૨૭૫
બાબર બો.કુલદીપ૪૮૫૭
હાફિઝ કો.શંકર બો.હાર્દિક પંડયા
સરફરાઝ બો.શંકર૧૨૩૦
મલિક બો.હાર્દિક પંડયા
વસીમ અણનમ૪૬૩૯
શદાબ અણનમ૨૦૧૪
વધારાના (લેગબાય ૧, વાઈડ ૬, નોબોલ ૧)   
કુલ ૪૦ ઓવરમાં ૬ વિકેેટે૨૧૨   

વિકેટનો ક્રમ :   ૧-૧૩ (ઈમામ, ૪.૫), ૨-૧૧૭ (બાબર, ૨૩.૬), ૩-૧૨૬ (ઝમાન, ૨૫.૨), ૪-૧૨૯ (હાફિઝ, ૨૬.૫), ૫-૧૨૯ (મલિક, ૨૬.૬), ૬-૧૬૫ (સરફરાઝ, ૩૪.૧)

બોલિંગ : બી.કુમાર ૨.૪-૦-૮-૦, બુમરાહ ૮-૦-૫૨-૦, શંકર ૫.૨-૦-૨૨-૨, હાર્દિક પંડયા ૮-૦-૪૪-૨, કુલદીપ ૯-૧-૩૨-૨, ચહલ ૭-૦-૫૩-૦.

રોહિત-રાહુલની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી

રોહિત અને રાહુલની જોડીએ સૌપ્રથમ વખત ઓપનિંગમાં ઉતરતાની સાથે રેકોર્ડ સર્જી દીધો હતો. બંનેએ શતકીય ભાગીદારી નોંધાવતા વર્લ્ડ કપમાં ભારત તરફથી પાકિસ્તાન સામે હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ નોંધાવ્યો હતો. રોહિત અને લોકેેશની જોડીએ નવજોત સિંઘ સિદ્ધુ અને સચિન તેંડુલકરની જોડીનો ૯૦ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડયો હતો. સિદ્ધુ-તેેંડુલકરે ૧૯૯૬માં બેંગ્લોરમાં રમાયેલી પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. 

નોટઆઉટ હોવા છતાં કોહલીએ મેદાન છોડયું!

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ૭૭ રનના સ્કોર પર આમેરની બોલિંગમાં વિકેટકિપર સરફરાઝના હાથે કેચઆઉટ થયો હતો. જોકે ટીવી રિપ્લે અને સ્નિકોમીટરની ટેક્નોલોજીની મદદથી એ પુરવાર થયું હતુ કે, કોહલી ભારતીય કેપ્ટન કોહલીએ પોતે આઉટ છે,તેમ માનીને મેદાન છોડી દીધું હતુ. જોકે સ્નિકોમીટરમાં ક્યાંય જોવા મળ્યું નહતુ કે, બોલ બેટની સાથે ટકરાયો હોય. આ ઉપરાંત અમ્પાયરે પણ કોહલીને આઉટ જાહેર કર્યો નહતો. 

રોહિત ૩૫૮ છગ્ગા સાથે નંબર વન ભારતીય બેટ્સમેન

ભારત તરફથી સૌથી વધુ છગ્ગા

સિક્સરબેટ્સમેન
૩૫૮રોહિત શર્મા
૩૫૫મહેન્દ્ર સિંહ ધોની
૨૬૪સચિન તેંડુલકર
૨૫૧યુવરાજ સિંઘ
૨૪૭સૌરવ ગાંગુલી
૨૪૩વિરેન્દ્ર સેહવાગ

વર્લ્ડ કપમાં  ભારત વિ. પાકિસ્તાન

વિજેતામાર્જિનસ્થળતારીખ
ભારત૪૩ રનસીડની૦૪/૦૩/૯૨
ભારત૩૯ રનબેંગ્લોર૦૯/૦૩/૯૬
ભારત૪૭ રનમાન્ચેસ્ટર૦૮/૦૬/૯૯
ભારત૬ વિકેટસેન્ચુરિયન૦૧/૦૩/૦૩
ભારત૨૯ રનમોહાલી૩૦/૦૩/૧૧
ભારત૭૬ રનએડીલેડ૧૫/૦૨/૧૫
ભારત૮૯ રન*માન્ચેસ્ટર૧૬/૦૬/૧૯
* ડક વર્થથી મેળવેલો વિજય   

ડક વર્થથી મેળવેલો વિજય

વર્લ્ડ કપ : પોઈન્ટ ટેબલ

ક્રમટીમમેચજીતહારઅનિર્ણિતપોઈન્ટ્સરનરેટ
૧.ઓસ્ટ્રેલિયા૦.૮૧૨
૨.ન્યુઝીલેન્ડ૨.૧૬૩
૩.ભારત૧.૪૨૦
૪.ઈંગ્લેન્ડ૧.૫૫૭
૫.શ્રીલંકા-૧.૭૭૮
૬.વિન્ડિઝ૦.૬૬૬
૭.સાઉથ આફ્રિકા-૦.૨૧૦
૮.બાંગ્લાદેશ-૦.૭૧૪
૯.પાકિસ્તાન-૧.૭૨૯
૧૦.અફઘાનિસ્તાન-૧.૬૪૦

READ ALSO

Related posts

ગુજરાતની જનતાનું આ કામ નીતિન પટેલ ગમે તે ભોગે દિવાળી પહેલા પૂરૂ કરવા માગે છે

Mayur

ખાતામાં ના 15 લાખ આવ્યા, ના 6 હજાર, મોદી જ્યાં જાય છે ત્યાં ખોટુ બોલીને આવે છે: રાહુલ ગાંધી

Mayur

કોંગ્રેસે મને જેટલી ગાળો આપવી હોય તે આપે, બેંગકોક અને થાઈલેન્ડથી ગાળો ઈમ્પોર્ટ કરવી હોય તો તે કરી લાવે : મોદી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!