GSTV
Home » News » અમેરિકા સામેના ટ્રેડ વોરથી ચીની અર્થતંત્ર ધ્રુજ્યુ, ટ્રેડ વોરમાં હવે ભારતનો સાથ ઝંખે છે ચીન

અમેરિકા સામેના ટ્રેડ વોરથી ચીની અર્થતંત્ર ધ્રુજ્યુ, ટ્રેડ વોરમાં હવે ભારતનો સાથ ઝંખે છે ચીન

india petrol sanctions

આતંકવાદ અને સરહદ વિવાદ સહિત અનેક બાબતોમાં ભારતની વિરૂદ્ધ વલણ ધરાવતા ચીને ટ્રેડ વોરમાં હવે ભારતનો સાથ ઝંખી રહ્યું છે. તેના માટે ચીને ભારતની સાથે પોતાનું વ્યાપારિક અસંતુલન યોગ્ય કરવા માટે ચર્ચાની પણ તૈયારી બતાવી છે.

અમેરિકા સામેના વેપાર યુદ્ધના કારણે ચીનનું અર્થતંત્ર હાંફવા લાગ્યું છે. જેના પરિણામે ચીનના ત્રિમાસીક જીડીપી 27 વર્ષના તળિયે પહોંચી ગયો હતો. બીજી તરફ અનેક અમેરિકન કંપનીઓ હવે ચીનમાંથી પોતાના બીસ્તરા પોટલા બાંધવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં ચીને હવે ભારત તરફ નજર દોડાવી છે. ચીન આ વેપાર યુદ્ધમાં ભારતનો સાથ ઇચ્છે છે, કારણ કે અમેરિકાએ ભારતની સામે પણ વેપાર યુદ્ધ છેડી રાખ્યું છે. ચીને કહ્યું છે કે તેઓ વ્યાપારિક અસંતુલનને લઇને ભારતની ચિંતાને સમજી શકે છે. અને તેઓ આ મુદ્દે ભારત સાથે ચર્ચા માટે તૈયાર છે.

ભારતમાં ચીનના નવા રાજદૂત સન વેઇડોંગે કહ્યું કે વ્યાપારિક અસંતુલનને લઇને ચીન ભારતની ચિંતાઓને સારી રીતે સમજી શકે છે. પરંતુ અમે તે નહીં કહેવા ઇચ્છીએ કે ચીને ક્યારેય પણ ભારતના મુકાબલે ટ્રેડ સરપ્લસ માટે કોઇ યોજનાબદ્ધ પ્રયાસ નથી કર્યો.

સન વેઇડોંગે કહ્યું કે ચીને ભારતમાંથી ચોખા અને ખાંડની આયાતમાં વૃદ્ધિની કોશિશો શરૂ કરી દીધી છે.. આ ઉપરાંત ભારતીય દવાઓ અને કૃષિ ઉત્પાદનોની આયાત અંગે પણ વિચારણા કરાઇ રહી છે.

તેમણે કહ્યું કે ચીનમાં ભારતીય પ્રોડક્ટની આયાતમાં 15 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ગત વર્ષે ચીનના માર્કેટમાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં પણ બેગણો વધારો થયો છે. ભારત લાંબા સમયથી ચીન પર પોતાના ફાર્માસ્યુટિકલ માર્કેટને ભારતીય દવાઓ માટે ખોલવાનું દબાણ બનાવતું રહ્યું છે. ચીનની સાથે ભારતનું વ્યાપારિક અસંતુલન 95.5 બિલિયન ડોલરના મુકાબલે 57 અબજ ડોલર જેટલું છે. ભારત ખાતેના ચીની રાજદૂતે કહ્યું કે ચાલુ વર્ષના પ્રથમ છમાસીક ગાળામાં ચીનની સાથે ભારતની વ્યાપારિક ખાદ્યમાં પાંચ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. જેથી અમને વિશ્વાસ છે કે આ મામલે પ્રયાસ કરવાથી ભારત અને ચીનની વચ્ચેના વ્યાપારિક અસંતુલનને નિયંત્રીત કરી શકાશે.

આ સાથે જ ચીને વેપારમાં એકપક્ષીયતા અને સંરક્ષણવાદની વિરૂદ્ધ ભારતને સાથ આવવાની અપીલ પણ કરી..

READ ALSO

Related posts

હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાન હવે નહી કરે ઉચી નજર, ભારત વસાવી રહ્યું છે આ હથિયાર

Nilesh Jethva

સુરત : હોસ્પિટલમાં કાયમી નોકરીના નામે 10 મહિલાઓના કપડાં ઉતરાવાયા

Mayur

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દિકરી ઈવાંકા પણ આવશે ભારત, જમાઈ છે પ્રતિનિધિમંડળનો ભાગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!