GSTV
Home » News » પાકિસ્તાનને અલગ પાડવા માટે ભારતનો કડક નિર્ણય, પાક.નાં રાષ્ટ્રીય કાર્યક્રમનો બહિષ્કાર

પાકિસ્તાનને અલગ પાડવા માટે ભારતનો કડક નિર્ણય, પાક.નાં રાષ્ટ્રીય કાર્યક્રમનો બહિષ્કાર

pakistan national day

પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ પુરો થવાનું નામ નથી લેતો. કાશ્મીરનાં પુલવામા માં થયેલા આતંકી હુમલા બાદ અનેક મોરચે પાકિસ્તાનને એકલો પાડી દેવા માટે ભારતે શક્ય તમામ પ્રયાસો કર્યા છે. જો કે તો પણ કુતરાની પૂંછડી વાંકી રહે તેમ પાકિસ્તાન પણ સુધરવાનું નામ નથી લેતો. જો કે ફરી એક વખત પાકિસ્તાનને અલગ પાડી દેવા માટે ભારતે તેનાં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.

ભારત સરકારે નવી દિલ્હી ખાતે પાકિસ્તાની દૂતાવાસ ખાતે આયોજીત પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આ કાર્યક્રમમાં ભારત તરફથી કોઇ પણ પ્રતિનિધિ હાજર નહીં રહે. વિદેશ મંત્રાલયનાં સૂત્રો મુજબ પાકિસ્તાને તેના રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોને આમંત્રણ આપતા ભારતે કાર્યક્રમના બહષ્કારનો નિર્ણય કર્યો. 23 માર્ચે યોજાનારા આ કાર્યક્રમમાં ભારતના કોઇ પણ અધિકારી સામેલ નહીં થાય.

ભારતનો આ નિર્ણય ત્યારે આવ્યો છે કે જ્યારે પુલવામા હુમલા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ઉગ્ર બન્યો છે. ભારતે પુલવામા હુમલા બાદ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને અલગ થલગ પાડવા આંતરરાષ્ટ્રીય મોરચે કૂટનૈતિક દબાણ પણ વધાર્યું છે.

READ ALSO 

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah