GSTV

ભારતની શરમજનક તસવીર : હોસ્પિટલના બેડ પર બેભાન દર્દીના ઘા પર કીડીઓ ચઢી, દર્દીનું દર્દનાક મોત

Last Updated on July 18, 2019 by Alap Ramani

છત્તીસગઢની કોરિયા જિલ્લામાં હોસ્પિટલની કથિત બેદરકારીની તસવીરોએ આખા સમાજને શરમજનક સ્થિતિમાં મૂક્યો છે. કરિયા જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલા એક બિનવારસી દર્દીના ઘા પર કીડીઓ લાગી ગઈ હતી અને બે દિવસ બાદ તેનું મોત નીપજ્યું હતું. છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આયુષ્યમાન ભારત હેઠળ પહેલા વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. હોસ્પિટલના બેડ પર બિનવારસી દર્દીના ઘા પર કીડીઓ ચઢી ગઈ હતી અને તેને કારણે તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલના બેડ પર બેભાન દર્દીના ઘા પર કીડીઓ ચઢી ગઈ હોવાથી તેનું શરીર થોડીથોડી વારે હરકત કરતું હતું. બાદમાં શરીરની હરકત શાંત થઈ ગઈ હતી. આ દર્દી લગભગ એક સપ્તાહ પહેલા મનેન્દ્રગઢની સરકારી હોસ્પિટલની બહાર ગંભીર હાલતમાં પડેલો હતો. સ્થાનિક ધારાસભ્યે આ બધું જોયું.. ત્યારે તેમણે હોસ્પિટલના કર્મચારીઓને ઠપકો આપીને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ દર્દીને વૈકુંઠપુર રિફર કરી દેવામાં આવ્યો હતો. બાર દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ દર્દીનું સોમવારે મોત નીપજ્યું હતું. ડોક્ટરે કહ્યુ છે કે દર્દીના માથામાં ઈજા થઈ હતી. તેમણે બેદરકારીનો ઈન્કાર કર્યો છે. પરંતુ કબૂલાત કરવામાં આવી છે કે ગ્લૂકોઝ ચઢાવવાને કારણે કીડીઓ ચઢી ગઈ હોય તેવી શક્યતા છે.

  • છત્તીસગઢમાં શરમજનક બેદરકારી
  • લાવારિસ દર્દીના ઘામાં લાગી કીડીઅો
  • બે દિવસ બાદ દર્દીનું થયું દર્દનાક મોત

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!