GSTV

પોલેન્ડમાં લહેરાયો તિરંગો, હિમા દાસે 200 મીટરમાં દોડમાં જીત્યો ગોલ્ડ મેડલ

Last Updated on July 5, 2019 by Mayur

પોલેન્ડમાં ચાલી રહેલા પોઝનાન  એથ્લેટિક્સ ગ્રાં પ્રીમાં ભારતની રનર હિમા દાસે મહિલાઓની 200 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે ગોળાફેંકમાં ભારતના તાજિન્દર પાલ સિંઘે કાંસ્ય પદક મેળવ્યો હતો. હિમા વિશ્વ  જુનિયર ચેમ્પિય બની ચૂકી છે અને 400 મીટરની દોડસ્પર્ધામાં રાષ્ટ્રીય વિજેતા બની ચૂકી છે. પોલેન્ડમાં હિમાએ માત્ર 23.65 સેકંડમાં 200 મીટરની દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

છેલ્લા થોડા માસથી હિમાને ખૂબ બેક પેઇન રહ્યું હતું. પોલેન્ડની સ્પર્ધા એના બેક પેઇન પછીની પહેલી સ્પર્ધા હતી જેમાં એણે સુવર્ણ પદક મેળવીને દેશનું નામ રોશન કર્યું હતું.જોકે, એનું બેસ્ટ પર્ફોર્મન્સ 23.10 સેકંડનું છે જે ગયા વર્ષે એણે હાંસલ કર્યું હતું. પુરૂષોની 400 મીટરની દોડમાં કે એસ જીવને 47.25 સેકંડમાં દોડીને કાંસ્ય પદક મેળવ્યો હતો.

READ ALSO

Related posts

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

Bansari

ટોક્યો ઓલમ્પિક્સ 2020/ હોકીમાં ઇન્ડિયાની શાનદાર જીત, વંદનાએ લગાવી હેટ્રિક

Damini Patel

વાસદ-તારાપુર, બગોદરા સ્ટેટ હાઈવેની મુલાકાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, છેલ્લી ઘડીએ હરકતમાં આવ્યું તંત્ર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!