પાકિસ્તાનના PM ઈમરાન ખાનના આ નિવેદન પર ભારતે આપ્યો સડસડ઼તો જવાબ

ભારતે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના નિવેદન પર પલટવાર કર્યો છે. ઇમરાન ખાને કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના શાંતિ પ્રસ્તાવોનો જવાબ આપી રહ્યું નથી. ત્યારે ભારતે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાનની વાતચીતની ઓફરમાં કોઇ ગંભીરતા નથી. કારણ કે પાકિસ્તાન ખુલ્લેઆમ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને સમર્થન આપી રહ્યું છે. અને તેમને મુખ્યધારામાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકારોને સંબોધતા પાકિસ્તાનને કેટલાક સવાલ પણ પૂછ્યાં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter